budget 2021 agricultural cess
પેટ્રોલ-ડીઝલ ઉપર કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે. પેટ્રોલ પર પ્રતિ લીટર 2.50 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 4 રૂપિયાનો કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે. જોકે, આની અસર ગ્રાહકો પર પડશે નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકાર તેલ કંપનીઓના ખિસ્સામાંથી કોરોના કાળ દરમિયાન થયેલા ફાયદાને નિકાળવાની કોશિશ કરી રહી છે.
પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાવતાની સાથે જ મૌલિક ઉત્પાદદ શુલ્ક (બીઈડી) અને વિશેષ અતિરિક્ત ઉત્પાદન શુલ્ક (એસએઈડી)ને ઘટાડવામાં આવ્યું છે. તેના કારણે જ કૃષિ સેસનો ભાર ગ્રાહકો પર પડશે નહીં. હવે અનબ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશ: 1.4 રૂપિયા અને 1.8 રૂપિયા પ્રતિ લીટરનું બીઈડી લાગશે. જ્યારે અનબ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ પર એસએઈડીને ક્રમશ: 11 રૂપિયા અને 8 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યું છે.budget 2021 agricultural cess
આ પણ વાંચો: વિનિવેશથી ₹1.75 લાખ કરોડ એકત્ર કરશે સરકાર, જાણો શું-શું વેચવા તૈયાર budget 2021 agricultural cess
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ વખતનો બજેટ ડિજિટલ બજેટ છે, જે એવા સમયે આવી રહ્યો છે, જ્યારે દેશની જીડીપી સતત બે વખત માઈનસમાં ગઈ છે પરંતુ તે ગ્લોબલ ઈકોનોમી સાથે પણ તેવું જ થયું છે. વર્ષ 2021 ઐતિહાસિક વર્ષ થવા જઈ રહ્યું છે જેના પર દેશની નજર છે. મુશ્કેલના આ સમયમાં મોદદી સરકારનો ફોકસ ખેડૂતોની આવક બેગણી કરવા, વિકાસની સ્પીડને વધારવા અને સામાન્ય લોકોને સહાય પહોંચાડવા ઉપર છે.