Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > શું સસ્તુ-શું મોંઘુ થયુ, બજેટ 2019ની તમારા કામની વાત

શું સસ્તુ-શું મોંઘુ થયુ, બજેટ 2019ની તમારા કામની વાત

0
5003

એક વખત ફરી કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રથમ વખત બજેટ રજૂ કર્યુ અને દેશભરના લગભગ તમામ સેક્ટર્સ પર વાત કરી છે. બજેટ બાદ એક જ સવાલ સૌના મનમાં આવે છે કે હવે શું સસ્તુ થશે અને કઇ વસ્તુ ખિસ્સામાં ભાર વધારી શકે છે.

પેટ્રોલ-ડીઝલ સહિત આ વસ્તુ થઇ મોંઘી

બજેટ 2019માં રાહત મળવા સિવાય કેટલીક વસ્તુમાં તમારૂ ખિસ્સુ ઢીલુ પણ કરવુ પડી શકે છે. પેટ્રોલ-ડિઝલથી લઇને સોનાની ખરીદી પર તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

– મોદી સરકારના બજેટમાં પેટ્રોલ-ડિઝલ પર સેસ વધારવામાં આવી છે. પેટ્રોલ-ડિઝલ પર 1 રૂપિયા એક્સસાઇઝ ડ્યૂટી અને 1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવ્યો છે.જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે તેમાં કેટલાક ટકા રાજ્ય સરકાર આપશે અથવા લોકો પર આ ભાર પડશે.
– જો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો હવે તમારે તેની વધુ કિંમત ચુકવવી પડી શકે છે. સોના અને બહુમુલ્ય ધાતુઓ પર ડ્યૂટી 10%થી 12.5 % કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
– ઓટો પાર્ટ્સ, સિન્થેટિક રબર, પીવીસી, ટાઇલ્સ, સીસીટીવી કેમેરા, ડિઝિટલ કેમેરા, સિગારેટ જેવી કેટલીક વસ્તુ પણ મોંઘી થશે. સરકારે આ તમામ સીમા શુલ્ક વધારવાનો નિર્ણય લીધો છે.

આ વસ્તુ થઇ સસ્તી

મોદી સરકારના આ બજેટમાં કેટલાક સેક્ટર્સમાં રાહત જરૂર આપવામાં આવી છે. હાઉસ લોનથી લઇને ઇલેકટ્રોનિક સામાન અને ઇ-વ્હીકલમાં છૂટ આપવામાં આવી છે.

– સસ્તા ઘરની ખરીદી પર એલાન, 3.5 લાખ સુધી વ્યાજ પર આયકર છૂટ, 45 લાખ સુધીનું મકાન લેવા પર 1.5 લાખની વધારાની છૂટ
– કેટલાક ઇલેકટ્રોનિક સામાન પર ડ્યૂટી પૂર્ણ, આ સિવાય જો તમે ઇલેકટ્રિક વ્હીકલ ખરીદો છો તો તમને છૂટ આપવામાં આવશે. સરકારે ઇ-વ્હીકલ્સ પર 12 ટકા ટેક્સને ઘટાડીને 5 ટકા કરી દીધો છે.
– આગામી 2 વર્ષમાં પીએમ આવાસ યોજના હેઠળ તૈયાર થશે 1.95 કરોડ ઘર, દરેક ગ્રામીણને ઘર આપવાની યોજના
– મહિલાઓ માટે પણ બજેટમાં મોટુ એલાન થયુ છે, જન-ધન ખાતાધારક મહિલાઓને 5000 રૂપિયા ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે, જ્યારે મહિલાઓને મુદ્રા લોન યોજના હેઠળ એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.
– ડેલી યૂઝમાં ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, વિજળીનો ઘરેલુ સામાન, સુટકેસ, ટ્રાવેલ બેગ, રસોઇના વાસણ, સેનિટરી નેપકિન, પાસ્તા, નમકીન, ગાદલા જેવી વસ્તુમાં તમને રાહત મળશે. આ તમામ પર કસ્ટમ ડ્યૂટીને ઓછી કરવામાં આવી છે.