Gujarat Exclusive > રાજનીતિ > મુખ્તાર અંસારીને ટિકિટ નહી આપે BSP, માયાવતીની જાહેરાત- કોઇ માફિયાને નહી ઉતારે

મુખ્તાર અંસારીને ટિકિટ નહી આપે BSP, માયાવતીની જાહેરાત- કોઇ માફિયાને નહી ઉતારે

0
72

લખનઉં: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બીએસપી (BSP) પ્રમુખ માયાવતીએ મહત્વની જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યુ કે આગામી ચૂંટણીમાં બીએસપી મુખ્તાર અંસારીને ટિકિટ નહી આપે. મઉ વિધાનસભા બેઠક પરથી બીએસપીના પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભર પાર્ટીના ઉમેદવાર હશે. માયાવતીએ કહ્યુ, પ્રયાસ રહેશે કે કોઇ પણ બાહુબલી અથવા માફિયાને પાર્ટીમાંથી ચૂંટણી ના લડાવવામાં આવે.

બીએસપી સુપ્રીમો માયાવતીએ નિર્ણયની જાણકારી આપતા ટ્વીટ કર્યુ,બીએસપીનો આગામી યુપી વિધાનસભા ચૂંટણીમાં પ્રયાસ રહેશે કે કોઇ પણ બાહુબલી અથવા માફિયા વગેરેને પાર્ટીમાંથી ચૂંટણી ના લડાવવામાં આવે. જેને ધ્યાનમાં રાખતા જ આઝમગઢ મંડળની મઉ વિધાનસભા બેઠક પરથી હવે મુખ્તાર અંસારી નહી પણ યુપીના બીએસપી સ્ટેટ અધ્યક્ષ ભીમ રાજભરનું નામ ફાઇનલ કરવામાં આવ્યુ છે.

માયાવતીએ કહ્યુ, જનતાની કસોટી અને તેમની આશા પર ખરા ઉતરવાના પ્રયાસ હેઠળ જ આ નિર્ણયને ફળસ્વરૂપ પાર્ટી પ્રભારીઓને અપીલ છે કે તે પાર્ટી ઉમેદવારોની પસંદગી કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખે જેથી સરકાર બનવા પર આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં કોઇ તકલીફ ના પડે.

પોતાના અંતિમ ટ્વીટમાં માયાવતીએ કહ્યુ કે બીએસપીનો સંકલ્પ કાયદા દ્વારા કાયદાનું રાઝ સાથે યુપીની તસવીરને હવે બદલવાનો છે જેથી રાજ્ય અને દેશ જ નહી પણ બાળક બાળક કહે કે સરકાર હોય તો બહેનજીની સર્વજન હિતાય અને સર્વજન સુખાય જેવી તથા બીએસપી જે કહે છે તે કરીને પણ બતાવે છે આ પાર્ટીની સાચી ઓળખ પણ છે.

આ પહેલા માયાવતીએ પ્રબુદ્ધ સમ્મેલનને સંબોધિત કરતા કેટલાક દાવા કર્યા હતા, તેમણે કહ્યુ હતુ કે 2022 વિધાનસભા ચૂંટણીમાં જો બીએસપીની સરકાર બને છે તો તે આ વખતે પહેલાની જેમ સ્મારક અને પાર્ક નહી બનાવે પણ વિકાસ કરાવશે. જોકે, તેમણે એમ પણ કહ્યુ કે જો કોઇ પછી દલિત-પછાતથી અલગ બીજા સમુદાય એવી કોઇ માંગ કરે છે તો તેને જોવામાં આવશે. બીએસપી સુપ્રીમોએ કહ્યુ હતુ, જો કેટલાક ધર્મ-જાતિના લોકો ઇચ્છે છે કે તેમના સંત, ગુરૂઓનું આદર સમ્માન કરે તો આવુ જરૂર કરવામાં આવશે.

આ પણ વાંચો: કોવિડ નિયમોનું પાલન કરો, રાષ્ટ્રપતિની ગણેશ ચતુર્થીના પ્રસંગે લોકોને અપીલ

વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોડાઇ પાર્ટીઓ

મહત્વપૂર્ણ છે કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપ, સપા, બીએસપી સહિત તમામ દળોએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ ફરી એક વખત સત્તામાં આવવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી દળ ખુદની જીતને લઇને આશ્વસ્ત છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવનો દાવો છે કે ચૂંટણીમાં તેમની પાર્ટીને 403માંથી 400 બેઠક પર જીત મળવા જઇ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat