જામનગરમાં વોર્ડ નંબર 6 ભાજપનું ગઢ મનાતુ, 6 ટર્મથી કબજો હતો
અમદાવાદઃ માયાવતીના બહુજન સમાજ પક્ષ (બસપ)એ પહેલીવાર ગુજરાતમાં અનઅપેક્ષિત એન્ટ્રી (BSP Gujarat entry)કરી. જામનગરમાં તેણે ભાજપની પેનલ તોડી એટલું જ નહીં. પેનલમાંથી 3 ઉમેદવારો જીત્યા, માત્ર એક સીટ ભાજપને મળી. અન્ય 2 બેઠકો પર પણ તેના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
જામનગરમાં વોર્ડ નંબર 6 ભાજપનું ગઢ મનાતુ હતું. 6 ટર્મથી તેની પેનલ જીતતી આવી હતી. પરંતુ આ વખતે અહીં બસપા ઉમેદાવારોઓ જીત મેળવી ભાજપના આત્મવિશ્વાસને આંચકો આપ્યો છે. એવું મનાય છે કે ભાજપના મોવડીમંજડળનો નિર્ણય અને મોંઘવારીને કારણે ભઆજપને જામનગરમાં આચંકો આવ્યો છે.
આ પણ વાંચોઃ 2015માં કોંગ્રેસે રાજકોટ-જામનગરમાં ટક્કર મારી, છતાં 6 મનપામાં કેસરિયો લહેરાયો
આપ, મીમની ચર્ચા વચ્ચે બસપએ ખાતુ ખોલ્યુ
આમ પણ જામનગરમાં કોંગ્રેસે ભાજપને ટક્કર આપતી રહી છે. આ વખતે બસપ (BSP Gujarat entry)પણ મેદાનમાં આવતા સોરઠિયા મતદારોને નવો વિકલ્પ મળી ગયો. ગુજરાતમાં આપ અને મીમનું નામ ચર્ચાતુ હતું પરંતુ બસપએ ખાતુ ખોલી રાજકીય પંડિતોના સમીકરણો બદલી નાંખ્યા.
જામનગર વોર્ડ નંબર-6નું પરિણામ
-
- ફુરકાન શેખ -બસપા
- જ્યોતિ ભારવડિયા -બસપા
- રાહુલ બોરિચા – બસપા
- જ્યુબા ઝાલા -ભાજપ
રવિવારે યોજાયેલી 6 મનપાની ચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી આવેલા ટ્રેન્ડમાં 304માંથી 241માં ભાજપ, 46 પર કેંગ્રેસ અને 17 બેઠકો પર અન્ય પક્ષના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા કાં જીતી ગયા છે.
જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ 16 ની 64 બેઠકો માટેની મત ગણતરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 6 મનપા ચૂંટણી પરિણામઃ પ્રારંભમાં કેસરિયો દબદબો, પરંતુ આપ-મીમે ભાજપ-કોંગ્રેસના શ્વાસ અદ્ધર કર્યા
જામનગરમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, ભાજપ 11, કોંગ્રેસ 6 અને બસપ (BSP Gujarat entry) 5 અને બેઠક પર આગળ છે. જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો.
જામનગરઃ વોર્ડ નંબર 9 પર ભાજપ પેનલ જીતી
-
- નિલેશભાઈ કગથરા
- ધીરેન મોનાણી
- ધર્મીના સોઢા
- કુસુમબેન પંડ્યા
જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ છે. ભાજપ છોડી આપમાં ગયા હતા.