Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > BSNLને બચાવવા માટે 74,000 કરોડ રૂપિયા આપશે સરકાર!

BSNLને બચાવવા માટે 74,000 કરોડ રૂપિયા આપશે સરકાર!

0
494

સંકટમાં ઘેરાયેલી સરકાર દૂરસંચાર કંપની BSNL અને MTNLને લગભગ 74,000 કરોડ રૂપિયાનું વેલઆઉટ પેકેજ દેવાનો વિચાર કરી રહ્યા છે. આ વેલઆઉટ પેકેજનો ઉપયોગ કંપનીમાં હજારો કર્મચારીઓના જલ્દી રિટાયરમેન્ટ પ્લાન, વીઆરએસ પેકેજ, 4જી સ્પેક્ટ્રમ અને કંપનીઓ મૂડી ખર્ચમાં વધારવામાં કરવામાં આવશે. જણાવી દઈએ કે નાણાકિય વર્ષ 2019માં BSNL દેશની સૌથી નુકશાન ભોગવનારી સરકારી કંપની રહી છે. કંપનીનું નાણાકિય વર્ષ 2019માં અંદાજે 13,804 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તો MTNLના નાણાકિય વર્ષમાં 3,398 કરોડનું નુકશાન થયું હતું અને MTNL કંપની નુકશાન ભોગવાની કંપનીઓમાંની લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. આ લિસ્ટમાં બીજા નંબર પર એર ઈન્ડિયાનું નામ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર આ મામલાની જાણકારી રાખતા અધિકારીઓનું કહેવુ છે કે, કેબિનેટ નોટના ડ્રાફ્ટ મેળવવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બેલઆઉટ પેકેટમાંથી કંપનીના કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉંમરમાં ઘટાડાની પ્રક્રિયામાં 10,993 કરોડ રૂપિયા કર્મચારિઓના VRS પ્લાન માટે 29,182 કરોડ રૂપિયા, કંપનીઓની 4જી સેવાઓ માટે 20,410 કરોડ રૂપિયા અને કંપનીમાં મૂડી ખર્ચમાં 13,202 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સરકાર કંપનીમાં રિટાયરમેન્ટની ઉ.વ 60ને ઘટાડીને 58 વર્ષ કરવાનો વિચાર કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, પહેલા દૂરસંચારની દિગ્ગજ કંપનીઓને બંઘ કરવા પર વિચાર કર્યો હતો. પરંતુ ટેલીફોન વિભાગના અનુસાર આ નિર્ણય સાચો ન હતો. કારણ કે,તેનાથી 1.2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન હોવાની સંભાવનાઓ હતી.

આ કંપનીઓને વેચવાનો પ્રયાસ કરવામાં આવે તો શક્ય છે કે નુકશાનમાં ચાલી રહેલી કંપનીને કોઇ ખરીદદાર પણ ના મળે જેને કારણે સરકારે દૂરસંચારની આ સરકારી કંપનીઓના નુકશાનથી બચાવવા માટે બેલઆઉટ પેકેજ દેવાનો નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર BSNL અને MTNL ખરાબ મેનેજમેન્ટ, ઉચ્ચ સ્ટાફ ખર્ચ, નવી ટેકનોજીના મામલે પાછળ અને સરકારની દખલગીરીને લઈને ટોલીકોમ સેક્ટરની દોડમાં પાછળ રહી ગઈ છે. આ સરકારી કંપનીઓનો સરેરાશ ગ્રાહક દીઠ આવક રૂપિયા 38 છે. જ્યારે બીજી ખાનગી કંપનીઓના આ આંકડા 70 છે.

માત્ર 100 લોકોએ બેંકોના ₹ 4.5 લાખ કરોડ દબાવ્યા, RBIનો નામ આપવાનો ઈન્કાર