Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > BSNL પાસે પગાર આપવા માટે પૈસા નથી, કર્મચારીઓએ PM મોદીને લખ્યો પત્ર

BSNL પાસે પગાર આપવા માટે પૈસા નથી, કર્મચારીઓએ PM મોદીને લખ્યો પત્ર

0
304

પાછલા પાંચ વર્ષોમાં સરકારી સંસ્થાઓની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે. ઘરના છોકરા ઘંટી ચાટેને પારકા લહેર કરે તેવી પરિસ્થિતિ સરકારી કંપનીઓની થઈ છે. દેશની સૌથી મોટી સરકારી દૂરસંચાર કંપની બીએસએનલે સરકારને કહ્યું કે, કંપની પૈસાના સંકટ સામે ઝઝૂમી રહી છે અને તેના પાસે કામકાજ ચાલું રાખવા માટે પૈસા નથી.

ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, બીએસએનએલના કર્મચારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કંપનીને આ સંકટથી બહાર લાવવા માટે પગલા ભરવા માટે અનુરોધ કર્યો છે.

બીએસએનએલને સરકારને એક એસઓએસ મોકલ્યો છે, જેમાં કંપનીએ ઓપરેશન્સ ચાલુ રાખવામાં લગભગ અક્ષમતા વ્યક્ત કરી છે. કંપનીએ કહ્યું કે, પૈસાની કમીના કારણે કર્મચારીઓને જૂન મહિનાનો લગભગ 850 કરોડ રૂપિયા પગાર આપવો મુશ્કેલ છે.

કંપની પર હજું લગભગ 13,000 કરોડ રૂપિયાની આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી છે, જેના કારણે બીએસએનલની વ્યાપાર ખુબ જ સ્થિતિમાં ચાલી રહ્યો છે.

બીએસએનલએલના કોર્પોરેટ બજેટ એન્ડ બેન્કિંગ ડિવિજનના સિનીયર મેનેજર પૂરન ચંદ્રએ દૂરસંચાર મંત્રાલયના સંયુક્ત સચિવને લખેલ એક પત્રમાં કહ્યું, દરેક મહિનાની કમાણી અને ખર્ચમાં ગેપના કારણે હવે કંપનીનું સંચાલન ચાલું રાખવું ચિંતાનો વિષય બની ગયો છે કેમ કે, હવે આ એક એવા સ્તર પર પહોંચી ચૂક્યું છે, જ્યાં વગર કોઈ પર્યાપ્ત ઈક્વિટીને સામેલ કર્યા વગર બીએસએનલના કામકાજને ચાલું રાખવું લગભગ અશક્ય થશે.

રાજરમત ભાગ-1: અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં જ ભાજપમાં મંત્રી પદ કરશે ગ્રહણ

પાછલા અઠવાડિયે બીએસએનલે સરકારને કંપનીના ભાગ્યનો નિર્ણય કરવા માટે આવતી કાર્યવાહીથી સંબંધિત સલાહ માંગવા માટે એક ચિઠ્ઠી લખી હતી.

કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીજના રિપોર્ટ અનુસાર, બીએસએનલએલને ડિસેમ્બર, 2018ના અંત સુધી 90,000 કરોડ રૂપિયાથી વધારેનું સંચાલનનું નુકશાન ઉઠાવવું પડ્યું હતું.

તમને જણાવી દઈએ કે, પહેલા રવિવારે બીએસએનએલના એન્જિનિયરો અને લેખો વ્યવસાયિકના એક સંઘના વડાપ્રધાન મોદીને કંપનીના પુનરુદ્ધાર માટે હસ્તાક્ષેપ કરવા માટે આગ્રહ કર્યો હતો.

તેમને કહ્યું કે, કંપની પર કોઈ દેવું નથી અને આની બજારમાં ભાગીદારીમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં કંપનીને ફરીથી ઉભી કરવામાં આવવી જોઈએ. કંપનીમાં તે કર્મચારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ જે પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી રહ્યાં નથી.

જણાવી દઈએ કે, 1.7 લાખ કર્મચારીઓવાળી બીએસએનએલ સૌથી વધારે ખોટ સહન કરનારી ટોપ સરકારી કંપની (પીએસયૂ) છે