Gujarat Exclusive > દેશ-વિદેશ > J&Kમાં BSFએ 10 દિવસની અંદર બીજી સુરંગ શોધી, 150 મીટર લાંબી અને 30 ફૂટ છે ઉંડી

J&Kમાં BSFએ 10 દિવસની અંદર બીજી સુરંગ શોધી, 150 મીટર લાંબી અને 30 ફૂટ છે ઉંડી

0
114

નવી દિલ્હી: સીમા સુરક્ષા દળ (BSF)એ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી વધુ એક સુરંગ શોધી છે. બીએસએફના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે, તેમણે જણાવ્યુ કે હીરાનગર સેક્ટરના પનસાર વિસ્તારમાં સરહદી ચોકી પર એક અભિયાન દરમિયાન આ ગુપ્ત સુરંગની ખબર પડી હતી.

છેલ્લા 10 દિવસમાં બીએસએફે હીરાનગર સેક્ટરમાં આ રીતની બીજી ભૂમિગત સુરંગ શોધી છે. સાંબા અને કઠુઆ જિલ્લામાં 6 મહિનામાં આ રીતની આ ચોથી સુરંગ છે અને ગત દાયકામાં દસમી છે. મહત્વપૂર્ણ છે કે આ સેક્ટરના બોબિયાન ગામમાં 13 જાન્યુઆરીએ 150 મીટર લાંબી સુરંગ મળી હતી. બીએસએફના એક અધિકારીએ જણાવ્યુ કે આ નવી સુરંગને પાકિસ્તાન તરફથી 150 મીટર લાંબી અને લગભગ 30 ફૂટ ઉંડી તથા ત્રણ ફૂટ વ્યાસ ધરાવતી માનવામાં આવી રહી છે.

બીએસએફના અધિકારીઓએ જણાવ્યુ કે આ તે જગ્યા છે જ્યા જૂન 2020માં બીએસએફે પાકિસ્તાન તરફથી આવેલા હથિયાર અને દારૂ ગોળા ભરેલા એક ડ્રોનને તોડી પાડ્યો હતો. આ સિવાય આ વિસ્તારમાં બીએસએફે નવેમ્બર 2019માં એક ઘુષણખોરીની ઘટનાને રોકી હતી, ત્યારે સુરક્ષાદળોએ ઘુષણખોરીના પ્રયાસમાં લાગેલા આતંકીઓ પર ફાયરિંગ કરવુ પડ્યુ હતું. BSF

આ પણ વાંચો: PM મોદી અને CM મમતા એક મંચ પર, પરંતુ બોલવા ન દેવાતા દીદીએ પિત્તો ગુમાવ્યો

જમ્મુ કાશ્મીરમાં 6 મહિનામાં ચાર સુરંગ મળી

કહેવામાં આવે છે કે 6 મહિનામાં જમ્મુ કાશ્મીરમાં કુલ ચાર સુરંગ મળી ચુકી છે. આ પહેલા કાશ્મીરના સાંબા, હીરાનગર અને કઠુઆ વિસ્તારમાં સુરંગ મળી હતી. આ પહેલા જમ્મુ વિસ્તારમાં પણ 10 સુરંગ મળી ચુકી છે. 13 જાન્યુઆરીએ હીરાનગર સેક્ટરના બોબિયાં ગામમાં 150 મીટર લાંબી સુરંગ મળી હતી. BSF

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9