Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BSF ભુજ દ્વારા ક્રિક વિસ્તારમાંથી 11 પાકિસ્તાની માછીમારી નૌકાઓ પકડી : માછીમારોની શોધખોળ ચાલું

BSF ભુજ દ્વારા ક્રિક વિસ્તારમાંથી 11 પાકિસ્તાની માછીમારી નૌકાઓ પકડી : માછીમારોની શોધખોળ ચાલું

0
5
  • બીએસએફના કમાન્ડો હવાઈ માર્ગે 3 જુદા જુદા વિસ્તારોમાં છુપાયેલા પાકિસ્તાનીઓની શોધખોળ હાથ ધરી
  • બીએસએફના આઈ. જી. જી.એસ. મલિક તાબડતોબ ભૂજ પહોંચ્યા

ગાંધીનગર: BSF ભુજ દ્વારા ક્રિક વિસ્તારમાંથી 11 પાકિસ્તાની માછીમારી નૌકાઓ બીએસએફની ટુકડીએ ઝડપી લીધી છે. બીએસએફના કમાન્ડોની ટુકડી હવાઈ માર્ગે 3 જુદા જુદા વિસ્તારોમાં છુપાયેલા પાકિસ્તાનીઓની શોધખોળ હાથ ધરી છે.

બીએસએફના આઈ. જી. જી.એસ. મલીક તાબડતોબ ભૂજ પહોંચી ગયા છે. તેમની દેખરેખ હેઠળ બીએસએફના કમાન્ડોએ માછીમારોને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ગઈકાલ 9મી હરામી નાળાના સામાન્ય વિસ્તારમાં પાકિસ્તાની માછીમારી નૌકાઓ તથા માછીમારોની ઘૂસણખોરી થઈ હોવાની માહિતી મળી હતી. જેના પગલે બીએસએફના ડી.આઈ. જી.એ તાત્કાલિક 300 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જંગી ઓપરેશન હાથ ધર્યું હતું.

ગુજરાતના IPS અને બી.એસ.એફ., ગુજરાત ફ્રન્ટ્રીયર IG જી.એસ. મલિક ગાંધીનગરથી વહેલી સવારે ક્ચ્છ પહોંચી ગયા હતા. તેમની દેખરેખ હેઠળ બી.એસ.એફે. સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

બીએસએફે અત્યારસુધીમાં 11 પાકિસ્તાની માછીમારી નૌકાઓ જપ્ત કરી છે. અને 3 જુદા જુદા સ્થળોએથી એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા કમાન્ડોના 3 ગ્રૂપને ઉતારવામાં આવ્યા છે. અને પાકિસ્તાનીઓ જ્યાં છુપાયા છે ત્યાં કમાન્ડો નજીક પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે. જો કે તે વિસ્તારમાં ભરતીની ઓટ ફરી વળતી હોવાની સાથે દલદલ તેમ જ મેન ગ્રોવ્સના વૃક્ષો હોવાથી પડકારજનક છે. તેમ છતાં ઓપરેશન ચાલુ હોવાનું બીએસએફની અખબારી યાદીમાં જણાવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat