Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સેન્સેક્સ વીકમાં 702.52 પોઇન્ટ અને નિફ્ટી50 168 પોઇન્ટ વધી મજબૂત બંધ

સેન્સેક્સ વીકમાં 702.52 પોઇન્ટ અને નિફ્ટી50 168 પોઇન્ટ વધી મજબૂત બંધ

0
29
  • સેન્સેક્સ દિવસના અંતે 127 પોઇન્ટ અને નિફ્ટી 33.90 પોઇન્ટ વધીને બંધ આવ્યા
  • નિફ્ટી સપ્તાહના અંતે 11,900ની ઉપરની સપાટી જાળવી રાખવામાં સફળ

અમદાવાદઃ શુક્રવારે ટ્રેડિંગ રેન્જબાઉન્ડ રહ્યુ હતુ. બીએસઇ સેન્સેક્સ (bse-sensex) 0.31 ટકા વધીને 127.01 પોઇન્ટ વધીને 40,685.50 પર બંધ આવ્યો હતો અને નિફ્ટી 33.90 પોઇન્ટ કે 0.28 ટકા વધીને 11,930.40 પોઇન્ટ વધીને બંધ આવ્યો હતો. આ નિફ્ટી ગઈકાલે 11,900ની ઉપર આવ્યા પછી સપ્તાહાંતે પણ તેની ઉપર બંધ આવવામાં સફળ રહ્યો હતો.

સાપ્તાહિક ધોરણે જોઈએ તો બીએસઇ સેન્સેક્સ 702.52 પોઇન્ટ કે 1.75 ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી50 167.95 પોઇન્ટ કે 1.42 ટકા વધી 11,930.4 પર બંધ આવ્યો હતો.

આ પણ વાંચોઃ વર્ષ 2020માં કરોડોની છીનવાઇ નોકરી, તહેવારોમાં લોકો ઉદાસીન

ટેકનિકલ ચાર્ટના નિષ્ણાતના જણાવ્યા (bse-sensex) મુજબ આદર્શ વ્યૂહરચના 12,050ના સ્તરથી ઉપરના ટ્રેડની હોવી જોઈએ, જેથી બજાર 12,300થી 12,400ના સ્તરે જાય. નિફ્ટી 11,770નું સ્તર તોડે તો તે 11,428 સુધી જઈ શકે.

ઓટો, પાવર, આઇટી અને મેટલ શેરો ઊછળ્યા

સેક્ટોરલ રીતે જોઈએ તો ઓટો, પાવર, આઇટી અને મેટલમાં એક્શન જોવાયું છે, જ્યારે ફાર્મા અને રિયલ્ટી શેરોમાં નફાકીય વેચવાલી જોવાઈ છે.

બ્રોડરમાર્કેટ્સે બેન્ચમાર્ક ઇન્ડાઇસીસ જેવા કે S&P BSE મિડકેપ ઇન્ડેક્સ કરતાં સારી કામગીરી બજાવતા 0.59 ટકાનો અને સ્મોલકેપ ઇન્ડેક્સે 0.71 ટકાનો વધારો નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ નવરાત્રિ ફિક્કી જવાથી તહેવારો નબળા જવાના ડરે અમદાવાદમાં સોના-ચાંદીમાં ઘટાડો

શુક્રવારે નિફ્ટીના સૌથી વધુ વધનારા શેરોમાં મારુતિ સુઝુકી, મહિન્દ્રા, ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ કોર્પ અને બજાજ ઓટો હતા. જ્યારે ઘટનારા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ્સ, એચસીએલ ટેક, એચયુએલ અને ગેઇલ હતા.

બીએસઇ ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ વધ્યો

સેક્ટોરલ ઇન્ડેક્સમાં જોઈએ તો બીએસઇ (bse-sensex) ઓટો ઇન્ડેક્સ 2.7 ટકા વધ્યો હતો. બીએસઇ પાવર ઇન્ડેક્સ એક ટકાથી વધુ વધ્યો હતો અને કેપિટલ ગૂડ્સ ઇ્નડેક્સ 0.55 ટકા વધ્યો હતો. બીએસઇ રિયલ્ટી ઇન્ડેક્સ પર વેચવાલીનું દબાણ હતુ, જે 0.94 ટકા ઘટ્યો હતો.

ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, એચડીએફસી લાઇફ (bse-sensex)અને કેનેરા બેન્કમાં વોલ્યુમમાં 100 ટકાથી વધુ ઉછાળો જોવાયો હતો.

આ સિવાય અમરા રાજા બેટરીઝ, અદાણી પોર્ટ અને સીમેન્સમાં પણ લોંગ પોઝિશન બિલ્ડ અપ થતી જોવા મળી છે. જ્યારે ઇન્ડ્સઇન્ડ બેન્ક, કોફોર્જ અને જિંદાલ સ્ટીલમાં શોર્ટ પોઝિશન બિલ્ડ અપ થતી જોવા મળી છે.

ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝયુમર ઇલેક્ટ્રિકલ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, જેટ એરવેઝ સહિત 100થી વધુ શેરો બીએસઇમાં બાવન સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા.