Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સેન્સેક્સે તોડ્યા તમામ રેકોર્ડઃ 52000ની સપાટી કૂદાવી, બેન્ક શેરોની રહી ધૂમ

સેન્સેક્સે તોડ્યા તમામ રેકોર્ડઃ 52000ની સપાટી કૂદાવી, બેન્ક શેરોની રહી ધૂમ

0
75

BSE 52154 પોઇન્ટે બંધ, નિફ્ટીએ 15300ની સપાટી વટાવી લીધી

મુંબઇઃ સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર (BSE sensex record )ભારે ઉછાળ સાથે ખુલ્યુ અને બંધ પણ રહ્યું. તો નિફટીએ પણ તેનું અનુકરણ કર્યું. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 441.43 અંકની તેજી સાથે 51,985.73ના સ્તરે હતો. થોડી જ વારમાં 52000ની ઐતિહાસિક સપાટી પણ કૂદાવી અંતે સાંજે 610 અંક વધી 52154 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શુક્રવારે 15314 પર બંધ રહ્યો હતો

નેશનલ સ્ટોક એક્સચેન્જ (નિફ્ટી) 121.80ના અંકના ઉછાળ સાથે 15,285.10ના સ્તરે ખુલ્યું અને 151 અંક વધી 15314 પર બંધ રહ્યો હતો.અઠવાડિયાના અંતિમ બિઝનેસ દિવસે એટલે કે શુક્રવારે ઘરેલુ શેર બજાર સામાન્ય લીડ સાથે બંધ થયુ હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્ષ સેન્સેક્સ 12.78ના અંક ઉછળીને 51,544.30ના સ્તરે બંધ થયો હતો.

આ પણ વાંચોઃ સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલ થયું મોંઘુ, રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત ₹ 85ને પાર

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 10.00 અંક તૂટીને 15,163.30ના સ્તરે બંધ થયો હતો. સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ (BSE sensex record)470.06 અંક વધીને 52,014.36ના સ્તર પર બિઝનેસ કરી રહ્યો હતો.

ICICI બેન્ક, બજાજ ફાઈનાન્સ, SBIના શેર વધ્યા

સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ICICI બેન્ક, બજાજ ફાઈનાન્સ, SBI, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 5.88 અંક વધી 794.50 પર બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક 4.09 ટકા વધીને 674.00 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, TCS, ટેક મહિન્દ્રા, HUL અને એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

ડો.રેડ્ડી લેબ્સ 1.77 ટકા ઘટીને 4710.20 પર બંધ રહ્યાં હતા. TCS 1.60 ટકા ઘટીને 3139.95 પર બંધ રહ્યો હતો. એક્સચેન્જ (BSE sensex record)પર 2,517 શેરમાં કારોબાર થઈ રહ્યો હતો.. એમાં 1376 શેરમાં વધારો અને 1,012 શેરમાં ઘટાડો છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ 205.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, એ 12 ફેબ્રુઆરીએ 203.92 લાખ કરોડ રૂપિયા રહી હતી.

રિટેઇલ મોંઘવારી ઘટવાની અસર

જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર માપતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ(CPI) 4.06 ટકા રહ્યો, જે ડિસેમ્બરમાં 4.59 ટકા રહ્યો હતો. એનું મુખ્ય કારણ શાકભાજી સહિત ખાવા-પીવાની કિંમતમાં ઘટાડો રહ્યો. વાર્ષિક આધારે જાન્યુઆરીમાં શાકભાજીના ભાવ 15.84 ટકા ઘટ્યા. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(NSO)ના જણાવ્યા મુજબ, ડિસેમ્બરમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઈન્ડેક્સ(IIP) પણ 1 ટકા વધીને 135.9 રહ્યો. આ સિવાય જાન્યુઆરીમાં GST કલેક્શન પણ રેકોર્ડ 1.20 લાખ કરોડ રૂપિયા રહ્યું.

આ પણ વાંચોઃ  સુપ્રીમ કોર્ટની વ્હોટ્સએપને ફટકારઃ તમે પૈસાદાર હશો, પણ લોકોની પ્રાઇવસીનું મુલ્ય પૈસાથી વધુ છે

નિફ્ટી ઈન્ડેક્સમાં સામેલ અગ્રણી કંપનીઓએ ડિસેમ્બર ત્રિમાસિકનાં સારાં પરિણામ રજૂ કર્યાં છે. એમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક અને ICICI બેન્ક સહિત અગ્રણી કંપનીઓ સામેલ છે. કંપનીઓને ફેસ્ટિવ સીઝનનો પણ સપોર્ટ મળ્યો. આ સિવાય કોરોના સંક્રમિતોના મામલાઓ પણ સતત ઘટી રહ્યા છે. દેશમાં વેક્સિનેશનનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે.

એશિયન બજારોમાં પણ મજબૂતી

વિશ્વભરમાં આર્થિક રિકવરી અને કોરોના વેક્સિનની પહોંચથી શેરબજારોમાં સારી તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 349 અંક એટલે કે 1.18 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 1-1 ટકાના વધારો છે. જ્યારે રોકાણકારોએ શુક્રવારે અમેરિકાનાં બજારોમાં એનર્જી, ફાઈનાન્શિયલ અને મટીરિયલ શેર ખરીદ્યા અને મોટા ટેકનોલોજી શેર વેચ્યા હતા. એને પગલે S&P 500 અને નેસ્ડેક ઈન્ડેક્સ રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો.

Nikkei 30 વર્ષ પછી 30,000ની ઉપર

આ વચ્ચે જાપાનની Nikkei સોમવારે 30 વર્ષ પછી પ્રથમ વખત 30,000ના સ્તરની પાર જતો રહ્યો હતો. જાપાની શેરમાં આ વર્ષે COVID-19 મહામારી બાદ રોકાણકારોનું વલણ વધ્યુ છે. વર્ષ 1989ના અંતમાં બજાર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર 38, 957 પર ચાલ્યુ ગયુ હતું. ત્યારથી Nikkeiના શેરમાં સતત ઘટાડો ચાલુ છે. Nikkeiએ અંતિમ વખત 3 ઓગસ્ટ 1990માં 30,000 ઉપર બિઝનેસ કર્યો હતો.

આ પણ વાંચોઃ સપ્તાહના પ્રથમ દિવસનો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઊછાળા સાથે પ્રારંભ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat