Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ઓટો અને મેટલ સ્ટોક્સમાં તીવ્ર ઘટાડાના પગલે સેન્સેક્સ 540 પોઇન્ટ ઘટ્યો

ઓટો અને મેટલ સ્ટોક્સમાં તીવ્ર ઘટાડાના પગલે સેન્સેક્સ 540 પોઇન્ટ ઘટ્યો

0
85

સેન્સેક્સ એક સમયે 750 પોઇન્ટ ઘટી ગયો હતો

મુંબઈઃ ઓટો અને મેટલ સ્ટોક્સના ઘટાડાના પગલે બીએસઇ સેન્સેક્સ 540 પોઇન્ટ (BSE sensex down) ઘટ્યો હતો અને એનએસઇ નિફ્ટી 50 11,900ની મહત્ત્વની પ્રતિકારક સપાટીની નીચે ઉતરી ગયો હતો.

નવા સપ્તાહનો પ્રારંભ ઘટાડાથી sensex news

આ સેન્સેક્સ અને નિફ્ટીના નવા સપ્તાહનો પ્રારંભ ઘટાડાથી થયો હતો. ઓટો, મેટલ્સ, ઊર્જા અને બેન્ક સેક્ટરના (BSE sensex down) શેરોમાં વેચવાલી જોવાઈ હતી. સેન્સેક્સ 540 પોઇન્ટ્સ કે 1.33 ટકા ઘટી 40,145.50 થયો હતો. નિફ્ટી 162.60 પોઇન્ટ્સ કે 1.36 0ટા ઘટીને 11,767.80 થયો હતો. sensex news

ઓટો, મેટલ અને એનર્જીની આગેવાની હેઠળના શેરોમાં નફાકીય વેચવાલી (BSE sensex down) જોવાઈ હતી. બ્રોડર માર્કેટ્સે બેન્ચમાર્ક્સની જેમ જ પર્ફોર્મ કર્યુ હતુ. S&P BSE મિડકેપ ઇન્ડેક્સ 1.77 ટકા ઘટ્યા હતા, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.88 ટકા ઘટ્યા હતા.

આ પણ વાંચોઃ Amazon vs Reliance: ફ્યૂચર ગ્રુપ ડીલ અંગે કેમ છેડાયુ ‘યુદ્ધ’?

નિફ્ટીના ટોપ લૂઝર્સમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, હિંદાલ્કો, મહિન્દ્રા અને જેએસડબલ્યુ સ્ટીલ(BSE sensex down) હતા. જ્યારે ટોપ ગેઇનર્સમાં એચડીએફસી લાઇફ, નેસલે, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ડ્સઇન્ડ બેન્ક અને લાર્સ એન્ડ ટુબ્રો હતા.

મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યો sensex news

સેક્ટર મુજબ જોઈએ તો બીએસઇ મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 3.4 ટકા ઘટ્યો હતો. જ્યારે ઓટો ઇન્ડેક્સ (BSE sensex down) ત્રણ ટકાથી વધારે અને રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકાથી વધારે ઘટ્યો હતો. માઇન્ડટ્રી, પીએનબી અને નાલ્કોના વોલ્યુમમાં 100 ટકાથી વધુ ઊછાળો જોવા મળ્યો હતો. કોફોર્જ, માઇન્ડટ્રી અને વોલ્ટાસમાં શોર્ટ પોઝિશન બિલ્ડ-અપ થયેલી જોવા મળી હતી, જ્યારે એચડીએફસી અને કોટક મહિન્દ્રા બેન્કમાં લોંગ પોઝિશન બિલ્ડ અપ થયેલી જોવાઈ હતી.

આ પણ વાંચોઃ માત્ર 15 મિનિટમાં તમે ખુદ ભરી શકો છો તમારું I-T રિટર્ન, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

સીયેટ, જેટ એરવેઝ, જેકે સિમેન્ટ અને એમસીએક્સ ઇન્ડિયા સહિત 100થી વધુ શેરો(BSE sensex down) બીએસઇમાં બાવન સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા.

ટેકનિકલી જોઈએ તો નિફ્ટીએ બેરિશ બેલ્ટ હોલ્ડ કેન્ડલ રચી છે, જે નિર્દેશ કરે છે કે આ સત્રના મોટાભાગના હિસ્સા દરમિયાન મંદીવાળાઓનો બજાર પર અંકુશ રહેશે. મિકેનકલ ઇન્ડિકેટર આરએસઆઇ પણ ડેઇલી સ્કેલ પર નિર્ણાયક્મત નકારાત્મક ક્રોસઓવરના સંકેત આપે છે, જે બાબત તેજીવાળાઓ માટે સારી નથી.

નિફ્ટીએ 11,850ની મહત્ત્વની પ્રતિકારક સપાટી તોડી હોવાથી તેનો આગામી સપોર્ટ 11,666નો રહેશે, જ્યારે ઉપલા સ્તરે તેની પ્રતિકારક સપાટી 11,950થી 12,020 રહેશે.