Gujarat Exclusive > દેશ-વિદેશ > કર્ણાટક: સરકાર પડી ભાગ્યા બાદ કુમારસ્વામીએ રાજ્યપાલને સોંપ્યુ રાજીનામું

કર્ણાટક: સરકાર પડી ભાગ્યા બાદ કુમારસ્વામીએ રાજ્યપાલને સોંપ્યુ રાજીનામું

0
345

કર્ણાટકનું રાજકિય નાટક પાછલા 21 દિવસથી ચાલી રહ્યું હતું. જેમાં દરેક વખતે નવી ડેડલાઇન આપવામાં આવતી હતી અને એચડી કુમારસ્વામીનો ફ્લોર ટેસ્ટ થઈ શકતો નહતો. પરંતુ અંતે આજે તે રાજકિય નાટકનો અંત આવી ગયો છે, કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકારનો અંત આવી ગ્યો છે. આ સાથે જ કુમારસ્વામીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

કર્ણાટક વિધાનસભામાં ફ્લોટ ટેસ્ટમાં મુખ્યમંત્રી કુમારસ્વામી અસફળ થઈ ગયા છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના નેતૃત્વાળી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી ભાગી છે. મંગળવારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ એચડી કુમારસ્વામીએ રજૂ કર્યો હતો. વિશ્વાસ મતના પક્ષમાં 99 વોટ પડ્યા જ્યારે વિરોધમાં 105 વોટ પડ્યા હતા. આ સાથે જ કર્ણાટકમાં હવે બીજેપી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કુમાર સ્વામીએ પોતાનું રાજીનામું પણ રાજ્યપાલને સોંપી દીધું છે.

આ પહેલા મંગળવારે પણ જનતાદળ સેક્યુલર અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે બીજેપીના ધારાસભ્યો વચ્ચે બબાલ થઈ હતી. બીજેપી ધારાસભ્યો વિશ્વાસ પ્રસ્તાવ ઉપર વોટિંગ કરાવવાની વાત કરી રહ્યા છે. આ પછી સ્પિકર રમેશ કુમારે કુમારસ્વામી સરકારને કોઇપણ સ્થિતિમાં સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા કહ્યું છે.

વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે મેં ખેડૂતોને દગો આપ્યો નથી. બજેટ દરમિયાન સિદ્ધારમૈયા સરકારે જે પણ જાહેરાત કરી હતી તેમાંથી કોઈ ફંડમાં કાપ કર્યો નથી. અમે ખેડૂતોના દેવા માફી વિશે વાયદો કર્યો હતો અને તે પ્રમાણે રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે બેઠક કરી હતી. ફંડને પણ મંજૂરી આપી હતી.