અગરતલા: ત્રિપુરાના નૈસિંગપારા અને અહી વસી રહેલો બ્રૂ સમાજ. 26 વર્ષના લાંબા સમય પછી હવે વોટ આપવાનો અધિકાર મેળવી શક્યો છે. બ્રૂ સમાજ 1997માં જાતીય હિંસાની માર ઝેલ્યા બાદ મિઝોરમ છોડીને ત્રિપુરા રાહત શિબિરમાં વસ્યુ હતુ. વિજળી કનેક્શન, પાણી પુરવઠો, શૌચાલય અને વધુ સારા જીવન માટે સંઘર્ષ વિના કેમ્પમાં રહેતા લગભગ 40000 બ્રૂ જે મિઝોરમની સરહદ સાથે જોડાયેલા ત્રિપુરાની સૌથી ઉંચી પર્વતમાળા જમ્પુઇમાં સ્થાયી થયા છે. તે આ વાતથી ખુશ છે કે આ વખતે તે મતદાન કરી શકશે.
Advertisement
Advertisement
વોટ આપવાનો અધિકાર
બ્રૂ અને મિઝો સમાજ વચ્ચે 1996માં મોટા પાયે જાતીય હિંસા થઇ હતી. જે બાદ બ્રૂ સમાજે ત્રિપુરામાં શરણ લીધી હતી. આ સમાજ 26 વર્ષથી રાહત શિબિરમાં રહે છે. પાયાની સુવિધાના સુખથી દૂર બ્રૂ સમાજને અહી વસાવવાને લઇને કેટલોક વિવાદ થયો હતો પરંતુ ત્રિપુરાનો હંમેશા તેમણે અહી ના વસાવવાનો મત આપ્યો હતો. બ્રૂ સમાજની એક મહિલા લલફકાવમી બ્રૂ, પાંચ બાળકની માતા છે. તે કહે છે કે વર્ષોમાં અહી માત્ર એક બદલાવ થયો છે, આ બદલાવ વોટનો અધિકાર છે.
લલફકાવમી બ્રૂ કહે છે કે અમારો મિઝોરમ પરત ફરવાનો કોઇ સવાલ નથી. તે કહે છે કે વિતી ગયેલો સમય અમને પરેશાન કરે છે. અમારા કેટલાક પૂર્વજોને પણ આ ભૂમિમાં દફનાવવામાં આવ્યા છે. આ હવે અમારૂ ઘર છે. TIPRA મોથા નેતા પ્રધોત દેબબર્મા દ્વારા આ મામલે કેન્દ્રને લખવામાં આવ્યાના તુરંત બાદ ત્રિપુરા સરકારે ઔપચારિક રીતે નવેમ્બર 2019માં પ્રથમ વખત રાજ્યમાં બ્રૂના પુનર્વાસની પરવાનગીની માંગનું સમર્થન કર્યુ હતુ. લાંબી લડાઇ અને સંઘર્ષ પછી ત્રિપુરામાં અત્યાર સુધી લગભગ 14,000 વિસ્થાપિત બ્રૂને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે.
જાન્યુઆરી 2020માં અંતિમ વખત કેન્દ્ર સરકાર, મિઝોરમ સરકાર, બ્રૂ નેતાઓ અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતિ થઇ હતી અને તેમણે વસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમજૂતિ અનુસાર હવે અહી દરેક યોગ્ય વિસ્થાપિત પરિવારને આસાન હપ્તામાં ભૂખંડથી લઇને ઘર બનાવવાનો હક આપવામાં આવ્યો છે. નાઇસિંગપારા સિવાય આશા પારા, હજચેરા, નાઇસાઉ પારા, કસકાઉ પારા, ખાકચાંગ પારા અને હમ્સા પારાની રાહત શિબિરોમાં પરિવારને પુરા ત્રિપુરામાં પુનર્સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
વોટના અધિકાર પછી નેતાઓની નજરમાં છે બ્રૂ સમાજ
બ્રૂ સમાજના નેતા ચકબેલા મેસ્કા કહે છે કે હવે અમારી વેલ્યૂ થોડી વધી છે. સમજૂતિ પછી પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે. જ્યા પાણીની સપ્લાય નહતી ત્યા ટાંકી જોવા મળે છે, વિજળીના ટ્રાન્સફૉર્મર અને આસપાસના પાક્કા ઘરોનું નિર્માણ જોવા મળે છે. બ્રૂ ડિસપ્લેસ્ડ યૂથ એસોસિએશનના ગોવિંદ માશા કહે છે કે મહત્વપૂર્ણ વાત આ છે કે રાજનેતા હવે અમને મળવા આવી રહ્યા છે. આ બદલાવ વોટનો અધિકાર મળ્યા પછી જોવા મળી રહ્યો છે.
Advertisement