Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હવસખોર દિયરે મહિલા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી બચકા ભર્યા: મહિલાને હોસ્પિટલ ખસેડાઇ

હવસખોર દિયરે મહિલા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી બચકા ભર્યા: મહિલાને હોસ્પિટલ ખસેડાઇ

0
256

મહિલાએ હવસખોર દિયરથી જાત બચાવવા પ્રયાસ કરતા 15 મિનિટ સુધી ઝપાઝપી થઈ આખરે હારેલી મહિલા બેહોશ થઈ Brother in Law Harassments in Ahmedabad 

અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાએ બદનામ કરવાની ધમકી આપી કુટુંબી દિયરે અવાવરૂ જગ્યાએ લઈ જઈ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. હવસખોર દિયરે મહિલા સાથે જબરજસ્તી કરી ગાલ પર બચકાં ભર્યા હતા. મહિલાએ પ્રતિકાર કરી 15 મિનિટ સુધી હવસખોર સાથે ઝપાઝપી કરી આખરે બેહોશ થઈ ગઈ હતી. મહિલાને સારવાર માટે અજાણ્યા લોકો હોસ્પિટલ લાવતા મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે મેઘાણીનગર પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ ધરી છે. Brother in Law Harassments in Ahmedabad 

અસારવા વિસ્તારમાં રહેતી 47 વર્ષીય સુરભી (નામ બદલ્યું છે)ને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બે પુત્રીના લગ્ન થઈ ગયા છે. સુરભીના પતિનું ચાર વર્ષ અગાઉ અવસાન થયા બાદ કુટુંબી દિયરની ઘરે અવરજવર વધી હતી. આરોપી દિયર અગાઉથી સુરભી પર ખરાબ નજર રાખતો હતો. Brother in Law Harassments in Ahmedabad 

સુરભી મચ્છીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતી તેમજ વીસી ચલાવતી હતી. સુરભીના ઘરે આવતો કુટુંબી દિયર અવારનવાર છેડછાડ કરતો અને ગુપ્ત ભાગે હાથ ફેરવતો પણ બદનામીના ડરે તે કઈ બોલતી ન હતી. દરમિયાન દિયર મદન (નામ બદલ્યું છે.)પણ વીસીમાં તેનું નામ લખાવ્યું હતું. દરમિયાન સુરભી અને મદન વચ્ચે પ્રેમ થયો હતો. જોકે સુરભીએ મદનને શારીરિક સબંધોથી દુર રાખ્યો હતો. Brother in Law Harassments in Ahmedabad 

આ પણ વાંચો: ભાવનગર-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત

શનિવારે સુરભી તેની માતાની દવા લેવા ઘરેથી અન્ય રીક્ષામાં બેસી નીકળી હતી. તે સમયે રસ્તામાં મદન તેની રીક્ષા લઈ આવ્યો અને સુરભિને બેસી જવા સૂચના આપી હતી. જોકે સુરભીએ ના પાડતા મદને હું તને બદનામ કરીશ સમાજમાં તારી વાતો કરીશ. ડરને પગલે સુરભી મદનની રીક્ષામાં બેસી હતી. આરોપી રીક્ષા લઈને ચામુંડા બ્રિજથી ઔડાના મકાન થઈ કાચા છાપરાથી આગળ રેલ્વે પાટાથી આગળ પાણીની ટાંકી પાસે અવાવરૂ જગ્યાએ પહોંચ્યો હતો.

હવસખોર દિયરે અવાવરૂ જગ્યામાં રીક્ષા લઈ જઈ સુરભીને નીચે ઉતારી ગાલ પર બચકા ભરી જબરજસ્તી કરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. સુરભીએ પ્રતિકાર કરતા આરોપી સાથે 15 મિનિટ સુધી ઝપાઝપી થઈ હતી. આખરે સુરભી બેહોશ થઈ ગઈ હતી. સુરભીને અજાણ્યા લોકોએ હોસ્પિટલ ખસેડતા બનાવની જાણ પોલીસને થઈ હતી. મેઘાણીનગર પોલીસે સુરભીની ફરિયાદ આધારે આરોપી મદન વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. Brother in Law Harassments in Ahmedabad 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9