Gujarat Exclusive > દેશ-વિદેશ > બ્રિટનમાં શાહી પરિવાર પણ કોરોનાની ઝપટમાં, પ્રિન્સ ચાર્લ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

બ્રિટનમાં શાહી પરિવાર પણ કોરોનાની ઝપટમાં, પ્રિન્સ ચાર્લ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
331

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ મહામારી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ક્લેરેંસ હાઉસે બુધવારે જાહેરાત કરી કે પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે પણ તેમનું સ્વાસ્થ્ય બરાબર છે. 71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યો હતો.અહી તે પોતાની પત્ની કામિલા,ડચેસ ઓફ કૉર્નવાલ સાથે હતા, જેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ક્લેરેન્સ હાઉસના એક પ્રવક્તાએ કહ્યું કે, સરકાર અને ડોક્ટરની સલાહ અનુસાર પ્રિન્સ અને ડચેસે હવે સ્કોટલેન્ડમાં ઘરે જ ખુદને આઇસોલેટ કરી લીધા છે.

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસમાં પોઝિટિવ આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે બ્રિટનમાં મંગળવારે એક દિવસમાં 87 લોકોના મોત થયા હતા. આ એક દિવસમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. આ રીતે બ્રિટનમાં કોરોના વાયરસથી મૃતકોનો આંકડો 422 થઇ ગયો છે. વિશ્વભરમાં મૃતકોની સંખ્યા 17,225 થઇ ગઇ છે જ્યારે 3,95,500 લોકો સંક્રમિત થયા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સંક્રમણ રોકવા માટે ત્રણ અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી હતી પરંતુ બ્રિટનના લોકો તેમના આદેશને ગંભીરતાથી નહતા લેતા. દેશમાં ચાલનારી અંડરગ્રાઉન્ડ ટ્રેનોમાં મુસાફરોની ભીડ ઉમટી રહી છે જે આ આદેશ પર સવાલ ઉઠાવી રહી છે.

પ્રિન્સ ચાર્લ્સના કોરોના વાયરસથી સંક્રમિત થતા બકિંઘહામ પેલેસ પર પણ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ગત દિવસોમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયને બકિંઘહામ પેલેસથી વિંડસર કેન્સલમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારે મહારાણી એલિઝાબેથ દ્વિતીય અથવા તેમના નજીકમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા નહતા, તે સમયે તંત્રએ સાવચેતીના ભાગ રૂપે આ પગલુ ભર્યુ હતું.

કમલનાથની પત્રકાર પરિષદમાં સામેલ થયો કોરોના પોઝિટિવ પત્રકાર, પૂર્વ CM ક્વોરેન્ટાઈન