Gujarat Exclusive > The Exclusive > બ્રિટન PMનું મોટુ નિવેદન- જરૂરત પડશે તો તાલિબાન સાથે મળીને કામ કરીશું

બ્રિટન PMનું મોટુ નિવેદન- જરૂરત પડશે તો તાલિબાન સાથે મળીને કામ કરીશું

0
81

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન તાલિબાનને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. બોરિસ જોનસનનુ કહેવુ છે કે, જરુર પડે તો તાલિબાન સાથે પણ કામ કરવા માટે બ્રિટન તૈયાર છે.

તેમણે કહ્યુ છે કે, અફઘાનિસ્તાનની સમસ્યાનો સ્થાયી ઉકેલ નિકળે તે માટે દરેક સ્તર પર અમે પ્રયત્ન કરી રહ્યા છે. અફઘાનિસ્તાનને મજબૂત બનાવવા માટે અમે કટિબધ્ધ છે.

બ્રિટન દ્વારા પોતાના નાગરિકોને પાછા લાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.તે અંગે તેમનુ કહેવુ છે કે, હવે સ્થિતિ સુધરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે હજારો લોકોને પાછા લાવ્યા છે.આવનારા દિવસોમાં અમે વધારે ઝડપથી કામ કરીશું.

જોનસને કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં અમને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અમારી ટીમો લોકોને પાછા લાવવા માટે સતત કામ કરી રહી છે.

બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યુ છે કે, આ સંકટના કારણે જે અફઘાન નાગરિકો બીજા દેશોમાં શરણાર્થી બનીને પહોંચ્યા છે તેમને પણ માનવીય સહાય પહોંચાડવાનુ કામ અમે કરી રહ્યા છે. તાલિબાન મહિલાઓને નુકસાન ના પહોંચાડે તે માટે અમેરિકા તાલિબાન પર દબાણ કરી રહ્યુ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat