લંડન: બ્રિટનના હાઉસ ઓફ લોર્ડના સભ્ય રામી રેન્જરે પોતાના ટ્વીટમાં બીબીસી પર નિશાન સાધ્યુ છે. BBCએ પોતાની નવી સીરિઝમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે, જે બાદ બ્રિટિશ સાંસદ લૉર્ડ રામી રેન્જરે બીબીસી પર પક્ષપાતપૂર્ણ રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે અને ભારતના કરોડો લોકોની ભાવનાને ઠેસ પહોચાડવા માટે બીબીસીની ટિકા કરી છે.
Advertisement
Advertisement
લૉર્ડ રામી રેન્જરે પોતાના ટ્વીટમાં લખ્યુ, ” BBC ન્યૂઝે, પોતાના ભારતના કરોડો લોકોની ભાવનાને ઠેસ પહોચાડી છે અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા ભારતના વડાપ્રધાન, ભારતીય પોલીસ અને ભારતીય ન્યાયપાલિકાની બેઇજ્જતી કરી છે. અમે રમખાણ અને લોકોના મોતની ટિકા કરીએ છીએ પરંતુ અમે તમારા પક્ષપાતપૂર્ણ રિપોર્ટિંગની પણ ટિકા કરીએ છીએ.”
મહત્વપૂર્ણ છે કે બ્રિટિશ બ્રૉડકાસ્ટર બીબીસીએ India: The Modi Question ટાઇટલ સાથે બે પાર્ટમાં એક નવી સીરિઝ બનાવી છે. આ સીરિઝમાં પીએમ મોદી અને ભારતના મુસ્લિમો વચ્ચે ટકરાવની વાત કહેવામાં આવી છે. સાથે જ ગુજરાત રમખાણમાં પીએમ મોદીની ભૂમિકા અને રમખાણમાં હજારો લોકોના માર્યા જવાને લઇને ગંભીર આરોપ લગાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીબીસીની સીરિઝમાં મોદી સરકારના દેશના મુસ્લિમ જનસંખ્યા પ્રત્યે વલણ, કથિત વિવાદિત નીતિ, કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાનો નિર્ણય અને નાગરિકતા કાયકાને લઇને પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે દેશમાં મુસ્લિમો પર હિન્દુઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે.
પોતાના રિપોર્ટને લઇને બીબીસી ભારતીય મૂળના લોકોના નિશાના પર આવી ગયુ છે. બીબીસીની નવી સીરિઝને લઇને લોકોનું કહેવુ છે કે બીબીસીએ 1943 બંગાળ અકાળ પર પણ સીરિઝ બનાવવી જોઇએ, જેમાં 30 લાખથી વધારે લોકોના ભૂખમરા અને બીમારીને કારણે મોત થયા હતા. એક ટ્વિટર યૂઝરે લખ્યુ કે બીબીસીએ યૂકે: ધ ચર્ચિલ ક્વેશ્ચન ટાઇટલ સાથે સીરિઝ બનાવવી જોઇએ.
વિસ્ટર્ન ચર્ચિલે વર્લ્ડ વોર દરમિયાન ભારતમાંથી અનાજ વેસ્ટર્ન ફ્રંટ પર તૈનાત સૈનિકો માટે મોકલ્યુ હતુ જેને કારણે ભારતમાં અકાળની સ્થિતિ બની ગઇ હતી અને ભૂખમરાને કારણે લાખો લોકોના મોત થયા હતા. એક અન્ય ટ્વિટર યૂઝરે બીબીસીને બ્રિટનની મુશ્કેલીઓ પર ફોકસ કરવાની સલાહ આપી હતી. મહત્વપૂર્ણ છે કે ભારત તાજેતરમાં બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યુ છે.
Advertisement