Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાના નવા સ્ટ્રેનથી બ્રિટનમાં દહેશત, PM બોરિસ જૉનસને લૉકડાઉનની કરી જાહેરાત

કોરોનાના નવા સ્ટ્રેનથી બ્રિટનમાં દહેશત, PM બોરિસ જૉનસને લૉકડાઉનની કરી જાહેરાત

0
116

લંડન: બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ઈંગ્લેન્ડમાં લૉકડાઉન (Britain Lockdown) લાગૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે સોમવારે કહ્યું કે, ઈંગ્લેન્ડના લગભગ 56 મિલિયન લોકો પૂર્ણ લૉકડાઉનમાં પરત ફરશે. આ લૉકડાઉન (England Lockdown) સંભવત: ફેબ્રૂઆરીના મધ્ય સુધી લાગૂ રહેશે, જેથી ઝડપથી ફેલાઈ રહેલો કોરોનાનો નવો સ્ટ્રેન (Corona Virus New Strain) રોકી શકાય.

પોતાના સંબોધનમાં PM જૉનસને જણાવ્યું કે, આ લૉકડાઉન (Britain Lockdown) બુધવારથી લાગૂ થઈ જશે. જે અંતર્ગત બુધવારથી તમામ સ્કૂલો બંધ થઈ જશે. તેમના તરફ લૉકડાઉનનું એલાન સ્કોટલેન્ડ તરફથી કરવામાં આવેલી જાહેરાત બાદ સામે આવ્યું છે.

તેમણે જણાવ્યું કે, દેશના મોટા ભાગના હિસ્સામાં પહેલાથી જ પ્રતિબંધો છે. આ સ્પષ્ટ છે કે, આપણે આ નવા કોરોના સ્ટ્રેનના (Corona Virus New Strain) સંક્રમણને ફેલાતુ રોકવા માટે વધારે મહેનતની જરૂર છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આ લૉકડાઉન (Britain Lockdown) પણ અગાઉના લૉકડાઉનની જેમ જ છે. જેવું માર્ચના અંતથી લઈને ગત વર્ષે જૂન સુધી લગાવવામાં આવ્યું હતું. જો કે લોકો જરૂરી કામો માટે ઘરેથી નીકળી શકે છે.

આ પણ વાંચો:  ભાજપના ‘સાઈલન્ટ વૉટર્સ’ પર કોંગ્રેસની નજર, આગામી ચૂંટણીઓ માટે બનાવી ખાસ રણનીતિ

જણાવી દઈએ કે, સોમવારે કોરોનાથી સંક્રમિત લગભગ 27,000 લોકો હોસ્પિટલમાં હતા. જે ગત વર્ષે એપ્રિલમાં કોરોનાના પ્રથમ સ્ટ્રેનના ચરમથી 40 ટકા વધુ છે. ગત મંગળવારે 80,000થી વધુ લોકો માત્ર 24 કલાકમાં જ સંક્રમિત મળી આવ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9