Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આધાર કાર્ડ લઈને આવો અને વેક્સિન લો: સિવિલ હોસ્પિટલે શરૂ કરી કિશોરો માટે પ્રશંસનિય કામગીરી

આધાર કાર્ડ લઈને આવો અને વેક્સિન લો: સિવિલ હોસ્પિટલે શરૂ કરી કિશોરો માટે પ્રશંસનિય કામગીરી

0
2

ગાંધીનગર: ગઈકાલ 3જી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરને વેકસીન આપવાનું અભિયાન દેશભરમાં શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની ઉપસ્થિતિમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 37 કિશોરને વેકસીન આપવામાં આવી હતી. હવેથી આધાર કાર્ડ લઈને જુના ટ્રોમા વોર્ડમાં જનારા કિશોરને વેકસીન આપવામાં આવશે તેમ સિવિલ સુપ્રીટન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું છે. શહેરના તરૂણોએ ઉત્સાહભેર કોરોના રસીકરણ કરાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, તમામ કિશોરને વિનામૂલ્યે કો- વેકસીન આપવામાં આવી હતી અને હવે જુના ટ્રોમા સેન્ટરમાં આધાર કાર્ડ લઈને આવનારા કિશોરોને વેકસીન આપવામાં આવશે. તેઓ કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવીને પણ વેકસીન લઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં સમગ્ર રાજ્યમાં 15 થી 18 ની વયના તરૂણોને કોરોના સામેનું સુરક્ષા કવચ પુરૂ પાડવા રસીકરણ મેગા ડ્રાઇવનો શુભારંભ કરવામાં આવ્યો છે. સોમવારે અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં શહેરના તરૂણોએ ઉત્સાહભેર કોરોનાની રસીનો ડોઝ લઇને સુરક્ષા કવચ ધારણ કર્યું હતુ.

કોરોના રસીકરણ માટે આવતા બાળકોને સરળતાથી સત્વરે રસીકરણ મળી રહે તે માટેનું વ્યવસ્થાપન કિડની હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતુ. ઓન સાઇટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની સુવિધા પણ હોસ્પિટલ દ્વારા બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat