Gujarat Exclusive > દેશ-વિદેશ > ભ્રષ્ટાચારને રોકવા બનેલ લોકપાલ ઓફિસનું મહિનાનું ભાડુ 50 લાખ રૂપિયા, નિરાકરણ 0%

ભ્રષ્ટાચારને રોકવા બનેલ લોકપાલ ઓફિસનું મહિનાનું ભાડુ 50 લાખ રૂપિયા, નિરાકરણ 0%

0
317

ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલા આંદોલન બાદ જે એક શબ્દ સૌથી વધારે ચર્ચામાં રહ્યો એ છે લોકપાલ. પરંતુ અત્યાર સુધી શું તમને જાણ હતી કે તેની ઓફિસ કંઈ જગ્યાએ છે. જોકે લોકપાલની ઓફિસનું એડ્રેસ મળી ગયુ છે. લોકપાલની ઓફિસ દિલ્હીની અશોકા હોટલથી સંચાલિત થઈ રહી છે. આ સિવાય લોકપાલને ભ્રષ્ટાચાર વિરુદ્ધ 1160 ફરીયાદો મળી છે જેમાંથી 1000 ફરીયાદોની સુનાવણી કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી એક પણ ફરીયાદની તપાસ પૂરી થઈ શકી નથી.

ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલની આ ઓફિસ કામચલાઉ છે તેથી દેશની સૌથી મોટી ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલને નવી દિલ્હીની અશોકા હોટલને દર મહિને 50 લાખ રૂપિયા ચુકવવા પડે છે. આ જાણકારી માહિતીનો અધિકાર કાયદો (RTI) હેઠળ પ્રાપ્ત પુરાવાના આધારે સામે આવી છે.

RTI દાખલ કરનાર શુભમ ખત્રી લોકપાલ સચિવાલયથી મળેલા જવાબ અનુસાર, લોકપાલ કામચલાઉ રીતે અશોકા હોટલથી ચલાાવામાં આવી રહ્યું છે. કર્મચારી અને તાલિમ વિભાગ દ્વારા નિર્ધારિત તેનો મહિનાનો ભાડૂં લગભગ 50 લાખ રૂપિયા છે અને 22 માર્ચ, 2019થી 31 ઓક્ટોબર, 2019 સુધી કુલ 3 કરોડ 85 લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવામાં આવી છે.

આ વર્ષે માર્ચ મહિનામાં સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ પીસી ઘોષની સરકારે ભારતના પહેલા લોકપાલ તરીકે નિમણૂંક કરી હતી. લોકપાલ ઓફિસ અશોકા હોટલના બીજા માળે સ્થિત છે જેમાં કુલ 12 રૂમ ભાડે રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, જે 5 સ્ટાર અશોકા હોટલમાં લોકપાલની કામચલાઉં ઓફિસ છે એ હોટલ સરકારના સ્વામિત્વની છે. લોકપાલને કાયમી ઓફિસ મળવાની બાકી છે.

તે સિવાય RTIમાં ખુલાસો થયો છે કે, 2019ના ઓક્ટોબર મહિના સુધી લોકપાલ ભ્રષ્ટાચારની કુલ 1160 ફરિયાદો મળી છે. જેમાંથી 1000 ફરિયાદોની સુનવણી કરી છે, જોકે અત્યાર સુધી એક પણ ફરિયાદની તપાસ પૂરી થઈ શકી નથી.

લોકપાલ અને લોકાયુક્ત કાયદા હેઠળ કેટલીક શ્રેણીમાં સરકારી કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તની નિમણૂંકની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદો 2013માં પસાર કરવામાં આવ્યો હતો.

40 હજાર કરોડ રૂપિયા બચાવવા ફડણવીસ બન્યા 80 કલાકના મુખ્યમંત્રી: BJP સાંસદ