Gujarat Exclusive > દેશ-વિદેશ > કોવિડ વૅક્સિનની માંગ સાથે આ દેશની સેક્સ વર્કર્સે એક અઠવાડિયા માટે કામ અટકાવ્યું

કોવિડ વૅક્સિનની માંગ સાથે આ દેશની સેક્સ વર્કર્સે એક અઠવાડિયા માટે કામ અટકાવ્યું

0
61

મુંબઈ: જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, ત્યારે વિશ્વભરના અનેક દેશોમાં વૅક્સિનેશન પ્રક્રિયા વેગવંતી બની છે. આ દરમિયાન બ્રાઝીલમાં સેક્સ વર્કર્સે ધરણાં શરૂ કરી દીધા છે. તેમની માંગ છે કે, કોરોના વિરોધી રસીની પ્રાથમિક્તાની યાદીમાં તેમને પણ સામેલ કરવામાં આવે.

હકીકતમાં કોરોના વૅક્સિન આપવાના ક્રમમાં અનેક દેશોએ પ્રાથમિક્તા નક્કી કરી રાખી છે. જેના આધારે વૅક્સિનેશન ઝૂંબેશ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, બ્રાઝીલના દક્ષિણ-પૂર્વ શહેર બેલો હોરિજોન્ટેમાં સેક્સ વર્કર્સ એક સપ્તાહના ધરણાં પર બેઠી છે. આ સેક્સ વર્કર્સની માંગ છે કે, કોરોના વૅક્સન આપવાની પ્રાથમિક્તામાં તેમને પણ સામેલ કરવામાં આવે અને વૅક્સિન આપવામાં આવે.

જે બેલો હોરિજોન્ટે શહેરમાં આ સેક્સ વર્કર્સ પ્રદર્શન કરી રહી છે. તે શહેરમાં જ કોરોના મહામારીને જોતા હોટલો બંધ કરી દેવામાં આવી હતી. જેના પગલે તેમને ભાડે રૂમ રાખવા પડ્યા હતા. તેમણે જણાવ્યું કે, અમે પણ ફ્રન્ટલાઈનર્સ વર્કર્સ છીએ અને અમારે પણ વૅક્સિનની જરૂર છે.

આ પણ વાંચો:  કોવિશીલ્ડ’ના સપ્લાયમાં વિલંબ, એસ્ટ્રાજેનેકાએ સીરમ ઈન્સ્ટિટ્યૂટને ફટકારી નોટિસ

અહીં ધરણાં પર બેઠેલી એક સેક્સ વર્કર્સે જણાવ્યું કે, અમે પણ ફ્રન્ટલાઈન્સનો જ હિસ્સો છીએ. અમે દરરજો અલગ-અલગ લોકોને મળીએ છીએ અને અમારું જીવન જોખમમાં મૂકીએ છીએ.

અન્ય એક સેક્સ વર્કરે કહ્યું કે, સરકારે પહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ, પ્રોફેસરો, વૃદ્ધો અને પહેલાથી ગંભીર બીમારીથી પીડિત લોકોને વૅક્સિન આપવા પ્રાથમિક્તા આપી છે. આથી અમારી માંગ છે કે, અમને પણ આ પ્રાથમિક્તા ગ્રુપમાં સામેલ કરવામાં આવે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat