નવી દિલ્હી: પાછલા ઘણા સમયથી કોંગ્રેસના અધ્યક્ષ પદને લઈને અનેક ચર્ચા-વિચારણાઓ અને તર્ક ચાલી રહ્યાં હતા. રાહુલ ગાંધી ચૂંટણી લડશે કે નહીં તેના ઉપર પણ રહસ્ય બનેલું હતું. જોકે, આજે અશોક ગહેલોતે તે અંગે મોટું નિવેદન આપતા કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીને લડવાની જાહેરાત કરી દીધી છે.
Advertisement
Advertisement
રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વિટ કરતાં જણાવ્યું છે કે, હું કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડીશ, જે સ્થિતિ દેશની છે, તેના માટે વિરોધ પક્ષનું મજબૂત હોવું ખુબ જ જરૂરી છે. ઉલ્લેખનિય છે કે, અશોક ગહેલોતે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ માટે મનાવવામાં કોશિશ કરી ચૂક્યા છે. જોકે, રાહુલ ગાંધીએ આ વખતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ વખતે ગાંધી પરિવારમાંથી એકપણ નેતા તમને અધ્યક્ષ પદ માટે મળશે નહીં. તે ઉપરાંત સોનિયા ગાંધી દ્વારા પણ અશોક ગહેલોતને અધ્યક્ષ પદ માટે મનાવવા માટે ઘણી કોશિશો કરી છે.
અંતે અશોક ગહેલોતે પોતાને કોંગ્રેસના અધ્યક્ષના ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે. આ સાથે જ કોંગ્રેસના અધ્યક્ષ પદને લઈને અનેક પ્રશ્નોના જવાબ મળી ગયા છે.
Advertisement