વેલિંગ્ટન: વૃક્ષો પર દોરા બાંધવા અથવા તળાવ કે નદીના પાણીમાં સિક્કા નાંખીને પોતાના મનની મુરાદ પૂરી કરવાની માંગના આપણે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. જો કે એક સ્થળ એવું પણ છે, જ્યાં મહિલાઓ આવીને પોતાની બ્રા લટકાવી રહી છે.
ન્યૂઝીલેન્ડમાં એક ‘બ્રા’થી બનેલી દિવાલ છે, જેને કારડોના બ્રા ફેન્સ (Cardona Bra Fence)ના નામે ઓળખવામાં આવે છે. આ ન્યૂઝીલેન્ડના પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંથી એક છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આ એક એવું સ્થળ છે, જ્યાં તમને દરેક શેપ, સાઈઝ અને પેટર્નની બ્રા જરૂર મળી જશે. આ સ્થળની કહાની ભારે રોચક છે, તો ચાલો આજે અમે તમને તે વાર્તા સાથે વાકેફ કરાવીએ…
તમને જાણીને નવાઈ લાગશે કે, આ સ્થળ એક અજીબોગરીબ હરકતના કારણે પ્રસિદ્ધ થઈ ગયું છે. પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર સેન્ટ્રલ ઓટાગોમાં છે, જેનો ઈતિહાસ પણ અજીબ છે. વર્ષ 1999ની વાત છે. ઓટાગોના કાર્ડોના વૈલી રોજ પર એક વાડ છે. એક દિવસે આસપાસ રહેતા લોકોને રહસ્યમય રીતે આ વાડો પર બ્રા લટકતી જોવા મળી. જે બાદ આસપાસના લોકોએ પણ અહીં બ્રા લટકાવવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે આ વાડ એક બ્રાની દીવાલ બની ગઈ. પ્રવાસીઓ પણ અહીં આવીને પોતાના અંડરગાર્મેન્ટ ઉતારીને લટકાવી રહ્યા છે. હવે તો અહીં બ્રા લટકાવવી એક પરંપરા બની ગઈ છે.
જો કે બાદમાં એક ચોરે રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને “બ્રા”ની ચોરી કરવાનું શરૂ કર્યું, પરંતુ દરેક વખતે જેટલી બ્રાની ચોરી થતી, લોકો તેના કરતા વધારે બ્રા લટકાવી જતા. આ પ્રકારે આ વાડ જાણીતી બની ગઈ અને તેના કારણે અહીં ટ્રાફિક જામ થવાનું શરૂ થઈ ગયું. આ કારણે બ્રાની આ દીવાલને મુખ્ય હાઈવે પરથી હટાવીને અંદર કરવામાં આવી છે.
આ અંગે લોકોનું કહેવું છે કે, કેટલીક મહિલાઓ પાર્ટી કર્યા બાદ નશાની હાલતમાં પોતાની બ્રા અહીં બાંધીને ફરાર થઈ ગઈ હતી. જો કે એક વર્ષ બાદ આ તાર પર બ્રાની ગણતરી કરવામાં આવતા તેની સંખ્યા 4 થી વધીને 60 સુધી પહોંચી ગઈ. આમ ધીરે-ધીરે બ્રાની સંખ્યા વધતી ગઈ. અનેક વખત અહીંથી હજારોની સંખ્યામાં બ્રાને હટાવવામાં આવી ચૂકી છે. જો કે ફરીથી અહીં કોઈને કોઈ આવીને બ્રા બાંધીને જતુ રહે છે.
2015માં બ્રેસ્ટ કેન્સર માટે ફંડ મેળવવાની હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ ત્યારથી તેનું નામ બ્રાડ્રોના પડી ગયું. જે બાદ આ વિસ્તામાં અને ન્યૂઝીલેન્ડમાં અનેક ઠેકાણે બ્રાની આ પ્રકારે દિવાલ બની ગઈ, પરંતુ પછીથી લોકોના આકર્ષણનું કેન્દ્ર ઓરિજનલ બ્રાની દીવાલ જ છે. (Photo Credit: Facebook/@brafence)
‘તારક મેહતા…’ના ચાહકો માટે મોટા સમાચાર, આખરે ‘દયા’ શૉમાંથી ગાયબ કેમ?