Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #boycottIndigo: અમદાવાદમાં 3 મીનિટ મોડા પડેલ મહિલાની ‘ઈન્ડિગો’એ યાત્રા રદ્દ કરી

#boycottIndigo: અમદાવાદમાં 3 મીનિટ મોડા પડેલ મહિલાની ‘ઈન્ડિગો’એ યાત્રા રદ્દ કરી

0
564

તુંવર મુજાહિદ: દિવસે-દિવસે ઉડ્ડયન કંપની ઈન્ડિગો નફ્ફટાઈ અને અનિયમિત્તા દ્વારા પ્રવાસીઓની હેરાનગતિનો રેકોર્ડ સર્જી રહી છે. ક્યારેક તપાસ કર્યા વગર કોઈને પેસેન્જર પર છ મહિના માટે પ્રતિબંધિત કરી નાખે છે. તો ક્યારેક કોઈ એકલી મહિલા પેસેન્જરને પણ માત્ર ત્રણ મીનિટ લેટ પડતા બોર્ડિંગ કેન્સલ કરી નાખે છે. જો કે, કોઈપણ નીતિ નિયમો ઈન્ડિગો માટે લાગૂં ના પડતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.

આજે સવારે 9.15AM અમદાવાદથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર- 6E 214(A320)માં એક મહિલા પ્રવાસીના ટિકિટ ઈન્ડિગોએ રદ્દ કરી નાખી હતી. આ મહિલા પ્રવાસી અમદાવાદથી મુંબઈ ઈન્ટરવ્યું આપવા માટે જઈ રહી હતી. ગુજરાત એક્સક્લૂઝિવને મહિલા પ્રવાસીએ આપેલી માહિતી અનુસાર, તેમનું ચેક ઈન ટાઈમ 8.30નો હતો પરંતુ તેઓ કાઉન્ટર પર 8.33એ પહોંચ્યા હતા. જોકે, તેઓ ચેક ઈન ટાઈમમાં એટલે 8.30 વાગ્યા સુધીમાં એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પરંતુ એરપોર્ટની અંદરથી બોર્ડિંગ લેવા માટે કાઉન્ટર સુધી પહોંચવામાં લાગેલ ત્રણ મીનિટ લાગ્યા હતા. તેથી ઈન્ડિગોએ ત્રણ મીનિટ લેટ પડ્યા હોવાનું કહીને બોર્ડિંગ પાસ આપવાથી ઈન્કાર કરી દીધો હતો.

ઉલ્લેખનિય છે કે, હાલમાં અમદાવાદમાં ટ્રમ્પ આવી રહ્યાં છે, તેથી એરપોર્ટ જવાના રસ્તાઓ પર રોડ રસ્તાઓના કામ ચાલી રહ્યાં છે. જેથી એરપોર્ટ પર જતાં અનેક પેસેન્જર પોતાના નિયત સમયે પહોંચવામાં નિષ્ફળ રહે છે. અમદાવાદથી મુંબઈ ઈન્ટરવ્યુ આપવા જઈ રહેલ મહિલા પ્રવાસીને પણ ઉપરોક્ત સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તે છતાં તેઓ ચેક ઈન ટાઈમમાં એરપોર્ટની અંદર પહોંચી ગઈ હતી. પરંતુ ઈન્ડિગોએ બોર્ડિંગ પાસ રદ્દ કરીને તેમની અન્ય ફ્લાઈટની ટિકિટ લઈને મુંબઈ જવાનું કહી દીધું હતું. એક પ્રશ્ન તે પણ છે કે, અત્યાર સુધી આવા કેટલા યાત્રીઓની ઈન્ડિગો કંપની ટિકિટ કેન્સલ કરીને પૈસા ખાઈ ગઈ હશે. આ એક આરટીઆઈ કરીને માહિતી માંગવા જેવો વિષય છે, કે ઈન્ડિગો અને તેના જેવી અન્ય કંપનીઓ નફ્ફટાઈપૂર્વક પ્રવાસીઓને હેરાન-પરેશાન કરીને કેટલા પૈસા કમાય છે.

તેવામાં અનેક પ્રશ્ન ઈન્ડિગો કંપની પર ઉઠી રહ્યાં છે. જો ઈન્ડિગો ત્રણ મીનિટ લેટ પડતા પ્રવાસીની ટિકિટ કેન્સલ કરી નાખે છે તો તેમની ઘણી બધી ફ્લાઈટો ક્લાકોની ક્લાક મોડી પડે છે તો તેનું પૂરેપૂરુ વળતર પેસેન્જરોને આપવું જોઈએ કે નહીં? શું ઈન્ડિગો કંપની પોતાના યાત્રીઓ સાથે છેતરપિંડી કરીને પૈસાની કમાણી કરી રહી છે? ઈન્ડિગોએ શરમ તો ત્યારે નેવે મૂકી જ્યારે મહિલા પ્રવાસીની ટિકિટ રદ્દ કરીને ફરીથી પોતાની અન્ય ફ્લાઈટ લઈને મુંબઈ જવાની ઓફર કરી નાખી. આમ તે એક તીરે બે પક્ષી મારવાની નીતિ અપનાવીને કમાણી કરવા માટે ઉડ્ડયન મંત્રાલયના બધા જ નીતિ-નિયમોને ઘોળીને પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

ઈન્ડિગોએ મહિલા પ્રવાસીની ટિકિટ રદ્દ થતાં તેને અન્ય 10 વાગ્યાની ફ્લાઈટની ટિકિટ લેવાની ફરજ પડી હતી. તેથી મહિલા પ્રવાસીના ખિસ્સા પર ડબલ ભાર પડ્યો હતો. મહિલા પ્રવાસીએ એક શબ્દમાં પોતાની વેદના વ્યક્ત કહ્યું હતુ કે, ‘#boycottIndigo’

₹130 કરોડ ખર્ચીને અમદાવાદ પોતાના અનેક દુ:ખ દર્દો અને સમસ્યાઓ છૂપાનીને ટ્રમ્પને કહેશે વેલકમ