Gujarat Exclusive > દેશ-વિદેશ > મૈંક્રોને બોલવાનું ભારે પડ્યુઃ ઘણા દેશોમાં Boycott France, ભારતમાં પણ વિરોધ

મૈંક્રોને બોલવાનું ભારે પડ્યુઃ ઘણા દેશોમાં Boycott France, ભારતમાં પણ વિરોધ

0
214
  • મૈક્રોએ ઇસ્લામને આતંકી અને વિશ્વ માટે જોખમી ગણાવતા વિરોધ
  • સોશિયલ મીડિયા પર Boycott France બહુ ટ્રન્ડ થઇ રહ્યું છે

પેરિસઃ ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મૈક્રોં (French President Emmanuel Macron)ને ઇસ્લામને આતંકવાદી કહેવાનું ભારે પડી રહ્યું છે. સાઉદી અરબ સહિત ઘણા મુસ્લિમ દેશોમાં ફ્રાન્સિસી વસ્તુઓનો બહિષ્કાર (Boycott France) થઇ રહ્યો છે. ભારતમાં પણ તેનો વિરોધ શરુ થયો છે.

કુવૈત, જોર્ડન અને કતર, તૂર્કીની દુકાનોમાંથી ફ્રાન્સના ઉત્પાદનો હટાવી લેવાયા છે. સોશિયલ મીડિયા પર Boycott France પ્રોડક્ટ ટ્રન્ડ કરી રહ્યું છે. પાકિસ્તાન અને તૂર્કીમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ સાવધાનઃ મોટી ભવિષ્યવાણી, ફેબ્રુ.માં INDIA CHINA PAK WAR થઇ શકે

પેરિસના પરા વિસ્તારમાં16 ઓક્ટોબરે એક શિક્ષકની મુહમ્મદ પૈયગમ્બર સાહેબનો કાર્ટૂન દોરવા બદલ ગળુ કાપી હત્યા કરી દેવાઇ હતી. ત્યાર બાદ ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મૈક્રોંએ કહ્યું હતું કે,

” આ ઇસ્લામિક આતંકવાદ છે. ઇસ્લામ એક એવો ધર્મ છે, જેનાથી આજે આખી દુનિયામાં સંકટ છે. મને ડર છે કે ફ્રાન્સની આશરે 60 મુસ્લિમોની વસતી સમાજની મુખ્યધારાથી અલગ પડી શકે છે.”

મૈક્રોંની આ ધમકીભરી ટિપ્પણી બાદ મુસ્લિમ દેશોમાં ફ્રાન્સનો વિરોધ શરુ થઇ ગયો. સોશિયલ મીડિયા પર ફ્રેન્ચ પ્રોડક્ટ્સના બહિષ્કાર (Boycott France)ની અપીલ થવા લાગી છે. ફેસબુક, ટ્વીટર અને વોટ્સએપ પર #BoycottFrenchProducts, #BoycottFrance Products, #boycottfrance #boycott_French_products #ProphetMuhammad ટ્રન્ડ કરી રહ્યું છે.

ભારતમાં સોશિયલ મીડિયા પર વિરોધ

ભારતમાં પણ સોશિયલ મીડિયા પર ફ્રાન્સના વિરોધનું ટ્રેન્ડ શરુ થઇ ગયું. ઘણા યુઝર્સે ફ્રાન્સિસી સામાનનો બહિષ્કાર કરવા સમર્થન આપ્યું છે. જો કે હજુ સુધી ભારતમાં કોઇ સ્થળેથી સામાજિક વિરોધના સમાચાર મળ્યા નથી. પરંતુ દેશમાં સોશિયલ મીડિયા પર #Boycott_French_Products और #boycottfrance ટ્રન્ડ ચાલૂ રહ્યું છે.

આ પણ વાંચોઃ Amazon vs Reliance: ફ્યૂચર ગ્રુપ ડીલ અંગે કેમ છેડાયુ ‘યુદ્ધ’?

ફ્રાન્સને કેટલું નુકસાન થઇ શકે છે?

Boycott France વિરોધથી ફ્રાન્સને ભારે નુકસાન થઇ શકે છે.,કતર અને કુવૈત સહિતના ખાડી દેશોમાં મોટા પાયે વિરોધ છે.

કુવૈતની સુપર માર્કેટ ચેઇન ચલાવતી અલનઇમ કોઓપરેટિવ સોસાયટી, સબર્બ આફચરનૂન અસોસિએશન, ઇકલા કોઓપરેટિવ સોસાયટી અને સાદ અલ અબ્દુલ્લાહ સિટી કોઓપરેટિવ સોસાયટીએ ફ્રાન્સિસી વસ્તુઓને હટાવવા  (Boycott France)ની જાહેરાત કરી દીધી છે.

કતરની અલ વાજબા ડેરી કંપની અને અલમેરા કન્ઝ્યૂમર ગુડ્સ કંપનીએ પણ આવી જાહેરાત કરી છે. ફ્રાન્સની ઘણી બ્યૂટી પ્રોડક્ટ અને અન્ય વસ્તુઓ વિદેશોમાં મોંઘા ભાવે વેચાય છે. તેના ડિઝાઇનર કપડાની પણ માંગ રહે છે. તેમજ ફ્રેન્ચ વાઇન અને શેમ્પેઇન પણ બહુ વેચાય છે. પરંતુ આ બહિષ્કારને કારણે ફ્રાન્સને કરોડોનું નુકસાન થઇ શકે છે.

તૂર્કીના પ્રમુખનો કડક જવાબ Boycott France

તુર્કીના પ્રમુખ રજબ તૈયબ અર્દોગાને ફ્રાન્સના પ્રમુખ મૈક્રોંના નિવેદનની ભારે ટીકા કરતા કહ્યું કે મૈક્રોં કહેવાતા આ શખસને મુસ્લિમ અને ઇસ્લામ સાથે શું સમસ્યા છે? મૈક્રોંને માનસિક સારવારની જરુર છે. જે કોઇ ધર્મની સ્વતંત્રતા સમજતા ન હોય તે કોઇ રાષ્ટ્રપ્રમુખને શું કહી શકાય.

આ પણ વાંચોઃ ભારત-અમેરિકા વચ્ચે મહત્વની બેઠક, LAC પર સ્થિતિ સહિત અનેક મુદ્દે થશે ચર્ચા

સાથે જ જે પોતાના દેશમાં વસતા અન્ય ધર્મના લોકો સાથે આવા પ્રકારનો વ્યવહાર કરતો હોય. અર્દગાનના આ નિવેદન બાદ ફ્રાન્સે પોતાના રાજદૂતને અંકારાથી પાછો બોલાવી લીધો છે.