Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોના ફરી વકરવાની દહેશત, ટેસ્ટિંગ ડોમ પાછા ઊભા કરાયા

અમદાવાદમાં કોરોના ફરી વકરવાની દહેશત, ટેસ્ટિંગ ડોમ પાછા ઊભા કરાયા

0
58
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 283 કોરોના કેસ, અમદાવાદમાં 68
  • જોધપુર, પાલડી, પ્રહ્લાદ નગર, નારણપુરામાં ટેસ્ટિંગ ડોમની એન્ટ્રી

અમદાવાદઃ અમદાવાદ સહિત દેશભરમાં કોરોના ફરી વકરવા (Bounce in corona)ની દહેશત છે. તેથી શહેરમાંથી કાઢી નાંખવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમ (corona testing dom)પાછા ઊભા કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરાનાએ માથું ઊંચક્યું. અમદાવાદમાં 68 સહિત રાજ્યમાં 283 કેસ નોંધાયા અને પંચમહાલ જિલ્લામાં એકનું મોત નીપજ્યું હતું.

કોરોનાની શક્યતા જોતા અમદાવાદ શહેરમાં કાઢી નાંખવામાં આવેલા ટેસ્ટિંગ ડોમ જોધપુર ડીમાર્ટ, પાલડી, નારણપુરા અને પ્રહ્લાદ નગર ચાર રસ્તા પર ફરીથી ડોમનાં તંબુ તાણી દેવાયા. સુરતમાં મ્યુનિસિપલ કમિશનક બંચ્છાનિધિ પાનીએ ગાઇડલાઇનના પાલની કડક ચેતવણી આપી છે.

આ પણ વાંચોઃ CM રુપાણીએ મતદાન કરવા સરકારી હેલિકોપ્ટર વાપર્યુઃ કોંગ્રેસની ફરિયાદ

દેશમાં એક દિવસમાં 14,264 નવા કેસ, 90નાં મોત

આ સાથે ગુજરાતમાં કુલ કોરોના કેસનો આંકડો 2.67 લાખથી વધુ (Bounce in corona)થઇ ગયો. જ્યારે દેશમાં 14,264 નવા કેસ નોંધાયા અને 90 લોકોનાં મોત થયાં. દેશભરમાં કોરોનાનો કુલ આંકડો વધીને 1.09 કરોડ થઇ ગયો. જ્યારે 1.06 કરોડ લોકો રિકવર પણ થયા.

કોરોનાએ અત્યાર સુધી દેશમાં 1.56 લાખ લોકોનો ભોગ લઇ લીધો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કેરળ અને મહારાષ્ટમાં અચાનક કેસોમાં ઊછાળો આવ્યો. અત્યાર સુધી દેશમાં સૌથી 47 કેસો આ બંને રાજ્યમાં જ છે.

અમદાવાદમાં 21 દિવસ બાદ સૌથી વધુ કેસ

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 68 કેસ નોંધાયા. તેમાંથી 66 શહેર અને 2 અમદાવાદ ગ્રામ્યના છે. ફેબ્રુઆરીમાં છેલ્લા 21 દિવસમાં નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે. જ્યારે વડોદરામાં 65, સુરતમાં 47, રાજકોટમાં 22 કેસ નોંધાયા.

આ પણ વાંચોઃ અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં સૌથી વધુ 47.34 ટકા, જ્યારે નવરંગપુરામાં સૌથી ઓછું 25.93 ટકા મતદાન થયું

અમદાવાદમાં કોરોના (Bounce in corona)નો કુલ આંકડો 62,163 થઇ ગયો. સુરતમાં 53,307 કેસ, વડોદરામાં 29,346 અને રાજકોટમાં કુલ કેસો 23,015 થઇ ગયા. ઉપરાંત કચ્છ (11), ગાંધીનગર (7), જામનગર (6), મોરબી (5), પંચમહાલ-સાબરકાંઠા (4-4) દાહોદ-આણંદ (3-3), મહેસાણા, ભાવનગર, જૂનાગઢ, કેડા-ગીર સોમનાથ (2-2) અને અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, નર્મદા-મહીસાગર, વલસાડ, બોટાદ(1-1)ના કેસોનો સમાવેશ થાય છે.

આ 8 જિલ્લામાં એક પણ કેસ નહીં

બનાસકાંઠા, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર, સુરેન્દ્ર નગર જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના કેસ નોંધાયા નહીં.

ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2,307 પહોંચ્યો છે. તેમાં અમદાવાના 976નો સમાવેશ થાય છે. જ્યારે સુરત 240, વડોદરા 240 મુખ્ય શહેરો છે. જ્યાં કોરોનાથી મૃત્યુઆંક વધુ રહ્યો. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 2,67,104 દર્દીમાંથી 2,61,009 દર્દીઓ સાજા પણ થયા છે.

આ પણ વાંચોઃ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat