Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીન સાથે સરહદી વિવાદ અંગે મોદી સરકારે આજે સાંજે બોલાવી બેઠક

ચીન સાથે સરહદી વિવાદ અંગે મોદી સરકારે આજે સાંજે બોલાવી બેઠક

0
97

નવી દિલ્હીઃ લડાખમાં ચીનની સાથે ચાલતા સરહદી વિવાદ (border issue) અંગે મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં લગભગ બધા રાજકીય પક્ષ સામેલ થશે. આ બેઠક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા ચીનની સાથે સરહદી વિવાદ (border issue) અંગે લોકસભામાં આપવામાં આવેલા નિવેદન પછી થઈ રહી છે.

આ પણ વાંચોઃ ચીનનું અખબાર હવે ભારતને યુદ્ધની ધમકી આપવા પર ઉતરી આવ્યું

સંસદના સત્રમાં સરકાર તરફથી ચીન સાથેના સરહદી વિવાદ (border issue)અંગે નિવેદન આપવામાં આવ્યું છે, પરંતુ વિપક્ષ આ અંગે વિસ્તારપૂર્વક ચર્ચાની માંગ કરે છે.

ચીન સાથેના વિવાદમાં ચર્ચાની કોંગ્રેસની માંગ

કોંગ્રેસે આને લઇને લોકસભામાં ભારે વિરોધ પણ નોંધાવ્યો. કોંગ્રેસની દલીલ હતી કે ચીન સાથેના સરહદી વિવાદ (border issue)ની આટલી મોટી સમસ્યામાં ફક્ત સરકાર વર્તમાન સ્થિતિ પર નિવેદન કરીને છટકી ન શકે. આ મુદ્દે સરકારે ગૃહમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવી જોઈએ.

આ પણ વાંચોઃ સપ્ટેમ્બરના પ્રારંભમાં પેંગોગ લેક પર ભારત-ચીન વચ્ચે મોટાપાયે વોર્નિંગ શોટ ફાયર

તેના પગલે હવે સરકાર તરફથી ચીન સાથેના વિવાદ(border issue) અંગે બેઠક બોલાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

લડાખમાં સ્થિતિ ગંભીર હોવાની રાજનાથસિંહની કબૂલાત

લોકસભામાં રાજનાથસિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે લડાખમાં સ્થિતિ ગંભીર છે અને ચીન એલએસીની વર્તમાન સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રાજનાથસિંહે એપ્રિલથી અત્યાર સુધી બધી જાણકારી આપતા જણાવ્યું હતું કે અમે આ ચીન સાથેના સરહદી વિવાદને (border issue) વાતચીત દ્વારા ઉકેલવા માંગીએ છીએ, પરંતુ જો પરિસ્થિતિ બદલાઈ તો ભારતીય લશ્કર તૈયાર છે.

વિપક્ષે ચીનના મુદ્દે સરકારને સાણસામાં લીધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ મોદી સરકાર પર ચીનના મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. રાહુલ ગાંધી દરરોજે ટવીટર દ્વારા સરકાર પર ચીન વિવાદને લઈને ગેરમાર્ગે દોરવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ડરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત બુધવારે પણ રાહુલ ગાંધીએ સરકાર દ્વારા અલગ-અલગ નિવેદન કરવાનો આરોપ મૂક્યો.

આ પણ વાંચોઃ SCOની બેઠકમાં પાકિસ્તાને ખોટા નક્શાનો કર્યો ઉપયોગ, ભારતે અધવચ્ચે ચર્ચા છોડી

બુધવારે રાજ્યસભામાં ગૃહમંત્રાલયે એક જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં ચીન તરફથી કોઈપણ ઘૂસણખોરી થઈ નથી. રાહુલ ગાંધીએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે હકીકત તે છે કે ચીને ઘૂસણખોરી માટે મે મહિનાથી જ તૈયારી કરી હતી. છેવટે તેણે 15મી જુનના રોજ ગલવાન ખીણમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો, જેને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. તેના પછી ચીન પેંગોગમાં પણ આ પ્રકારનો પ્રયત્ન કર્યો, પણ ભારતે ત્યાં પહેલેથી જ તેના પર સરસાઈ મેળવી લીધી છે અને તેના કારણે તે વધારે ઉશ્કેરાયું છે.