- EVMની તોડફોડ, પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ Booth Capturing In Gujarat
દાહોદ: ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. જે માટે ગુજરાત પોલીસે ચૂંટણી બંદોબસ્ત માટે ૨૬ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તૈનાત કરી છે. 4 વાગ્યા સુધીમાં નગરપાલિકામાં 50 ટકા, જિ.પંચાયતમાં 48 ટકા અને તાલુકા પંચાયત 50 ટકા મતદાન થયું છે. સ્થાનિક ગામડાઓમાં તાલુકા પંચાયતોમાં હજુ પણ લાઈનો લાગી છે. શહેરી મતદારો કરતાં ગામડાના મતદારોએ ભારે મતદાન કર્યું છે. ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તોડવાની ઘટના સામે આવી છે. 2થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. Booth Capturing In Gujarat
ગાંધીનગર: ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ હવે નગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. આજનું મતદાન અત્યાર સુધી એકંદરે શાંતિપૂર્ણ રહ્યું છે, પરંતુ દાહોદ જિલ્લામાં બૂથ કેપ્ચરિંગની કોશિશ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દાહોદ જિલ્લાના ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘોડિયા ગામની પ્રાથમિક શાળામાં આવેલા પોલિંગ બૂથ પર EVM મશીનોમાં તોડફોડ કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ અહીં મતદાન અટકાવી દેવામાં આવ્યું છે. જ્યારે બૂથ કેપ્ચરિંગ કરનારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ભાજપે આચારસંહિતાનો કર્યો ભંગ, ‘કમળ’ના ચિહ્ન વાળા ડેમો EVM સાથે થઈ રહ્યો છે પ્રચાર Booth Capturing In Gujarat
જણાવી દઈએ કે, દાહોદમાં કોવિડ ગાઈડલાઈન્સને અનુસરીને મતદાન થઈ રહ્યું છે. જો કે કેટલાક ઠેકાણે EVM ખોટકાવાની ઘટના પણ સામે આવી છે. જેમાં દાહોદ તાલુકાના હિમાલા, લીમખેડાના કુણધા, પરમારના ખાખરીયા ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી અને વાંદરિયા તેમજ સંજેલીના કૂંડાના મતદાન મથકમાં EVM ખોટકાતા મતદાન વોટિંગને અસર થઈ હતી.
છોટા ઉદેપુરમાં બોગસ વોટિંગની ફરિયાદ Booth Capturing In Gujarat
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલા રાયણઘોડા મતદાન મથક પર બોગસ વોટિંગની ફરિયાદ ઉઠી છે. જેમાં મતદાતા ટીનીબેન ભીલ નામની મહિલાના નામે અન્ય કોઈ વ્યક્તિએ મતદાન કરી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. ટીનીબેન પોતાના મતાધિકાર માટે જ્યારે મતદાન મથકે પહોંચ્યા, ત્યારે તેમને જાણ થઈ કે તેમનો વોટ તો પડી ગયો છે. આથી ટીનીબેને પોતાના નામે બોગસ વોટ આપી જનારાની વિગત માંગતા અધિકારીઓએ આનાકાની કરતાં હોબાળો મચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકો બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. આ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે, તે માટે ગુજરાત પોલીસે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને SRPની 65 કંપનીઓ તૈનાત કરી છે.
આ ચૂંટણીનું પરિણામ આગામી 2 માર્ચે જાહેર કરવામાં આવશે.