Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા પુસ્તકમાં શુ છે ?

શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા પુસ્તકમાં શુ છે ?

0
109
  • ટેકનીકલ શિક્ષણમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પુસ્તિકાનું વિમોચન કરાયું

  • 350થી વધારે પેજની માહિતી પુસ્તિકાની ઈ-કોપી પ્રવેશ સમિતિની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાશે

ગાંધીનગર: શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર હેઠળની ટેકનીકલ શિક્ષણ હસ્તકની એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા વિવિધ ટેકનીકલ અભ્યાસક્રમોના પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી (ઉચ્ચ અને ટેકનીકલ) કુબેરભાઈ ડીંડોરના હસ્તે રાજ્યના ટેકનીકલ શિક્ષણમાં પ્રવેશ ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી એવી માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યુ હતું.

વર્ષ 2021માં પ્રથમ વખત શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની પુસ્તિકા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થઇ શકે તે રીતે સંકલિત કરીને વિદ્યાર્થીઓ માટે મુકવામાં આવેલ છે. જેમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોના તમામ અભ્યાસક્રમોની વિગતવાર માહિતી, રાજ્યની તમામ ઈજનેરી સંસ્થાઓની બેઠકો, સંસ્થાઓની લેબોરેટરી અને અન્ય સંસાધનોની વિગતો, વિવિધ એક્ર્ડીએશન તથા સંસ્થાની ટેકનીકલ ઇનોવેશન કાર્યક્રમોની માહિતી, હોસ્ટેલ તથા પ્લેસમેન્ટ અને સ્ટાર્ટઅપની વિગતો આપવામાં આવેલ છે. તદુપરાંત વિવિધ બ્રાન્ચની તલસ્પર્શી માહિતી આપવામાં આવેલ છે.

શિક્ષણ મંત્રીના પ્રવેશ કાર્યવાહીના રીવ્યુ વખતે તેમજ આવનાર કાઉન્સેલિંગ પ્રક્રિયામાં જણાવવામાં આવેલ કે સદર માહિતી પુસ્તકમાં વિવિધ અભ્યાસક્રમોની ચોઈસ ફીલીગ અને અન્ય પ્રક્રિયાની પણ માહિતી વિગતવાર આપવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓને રાજ્યની પ્રવેશ પ્રક્રિયા અને IIT, NIT ની પ્રવેશ પ્રક્રિયામાં પણ મદદરૂપ થશે.

તદુપરાંત આજરોજના રીવ્યુમાં રાજ્યની પ્રવેશ કાર્યવાહીમાં આ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એજ્યુકેશન પોલીસીનાં અમલવારીના ભાગરૂપે અને AICTE દ્વારા નિર્દિષ્ટ ઈજનેરીની પ્રવેશ લાયકાતમાં આ વર્ષે ફેરફાર કરાયેલ તેની અસરો ચકાસવામાં આવેલ. જેમાં ઇજ્નેરી અભ્યાસક્રમોમાં આ વર્ષે પ્રવેશ પરીક્ષા આપેલ હોય તેવા 36216 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ. જે ગત વર્ષના 30923 રજીસ્ટ્રેશનની સાપેક્ષે નોધપાત્ર રીતે વધારે હતું.

જેમાં આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા નેશનલ એજયુકેશન પોલીસીનાં અમલીકરણનાં ભાગરૂપે દેશમાં અગ્રેસર રહી અને તમામ પાસા ચકાસીને પ્રથમ વખત ગણિત વિષયના સ્થાને બાયોલોજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓને ઈજેનેરીના 15 અભ્યાસ્ક્મોમાં પ્રવેશ માટે લાયક ગણીને તેમનો ઉક્ત કાર્યવાહીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જે અન્વયે આવા બાયોલોજી ગ્રુપના 1395 વિદ્યાર્થીઓએ પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લીધેલ છે.

આવતીકાલે 22મીના રોજ ડીગ્રી ઈજનેરી અભ્યાસક્રમનું પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. જે પ્રસંગે શિક્ષણ મંત્રીના જણાવ્યા અન્વયે આવનાર સમયમાં તમામ સંસ્થાઓની માહિતી સાથેની આ પુસ્તિકા વાલી તથા વિદ્યાર્થીઓને મદદરૂપ સાબિત થશે.તમામ વિદ્યાર્થીઓને આ પુસ્તિકા ઈ-બુકલેટ તરીકે પ્રાપ્ત થાય તે માટેના જરૂરી સૂચનો આપવામાં આવેલ. આ 350 થી વધારે પેજની માહિતી પુસ્તિકાની ઈ-કોપી પ્રવેશ સમિતિની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

આ વિમોચનમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, નિયામક ટેકનીકલ શિક્ષણ જી.ટી.પંડ્યા, સભ્ય સચિવ પ્રવેશ સમિતિ ડો. રાજુલ ગજ્જર અને અન્ય પ્રવેશ સમિતિના અધિકારી ઉપસ્થિત રહયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat