Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘બા, હું છુ ને…! તમે શું કામ ચિંતા કરો છો…’-કાઉન્સેલરો દ્વારા દર્દીઓને અપાતી મનોચિકિત્સક સારવાર

‘બા, હું છુ ને…! તમે શું કામ ચિંતા કરો છો…’-કાઉન્સેલરો દ્વારા દર્દીઓને અપાતી મનોચિકિત્સક સારવાર

0
36

1200 બેડની સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો‘ભય નો ભાર’ઓછો કરવા પુસ્તકનો અનોખો પ્રયોગ

ગાંધીનગરઃ કોરોના મહામારીએ લોકોને આર્થિક અને માનસિક આઘાત પહોંચાડ્યો છે. ત્યારે 1200 બેડની કોવિડ સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો મનનો ભાર ઓછો કરવા અનોખો પુસ્તક પ્રયોગ (Book Experiment in Civil) કરવામાં આવી રહ્યો છે. સાથે કાઉન્સિલરો દ્વ્રારા ચિંતાગ્રસ્ત દર્દીઓને પરિવારના સભ્યની જેમ સાંત્વના આપી તેમને હુંફ આપવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

દર્દીઓને સારવારની સાથે હુંફ જરુરી

‘મને કંઈ થઈ જશે તો…?’ અથવા ‘મને કંઈ થશે તો નહી ને…? કોરોનાના કહેર વચ્ચે મહત્તમ લોકો આ પ્રકારના કાલ્પનિક ભયથી થરથરતા રહે છે. ગુજરાત સરકાર અને રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્દીઓ માટે સારવાર-સુવિધા ઉભી કરતા અનેક પગલા લેવાયા છે. પરંતુ અનુભવે એવું જણાયું છે કે દર્દીઓને સારવારની સાથે સાથે તેમને હુંફ અથવા તો તેમનું ધ્યાન કોઈ હાકારાત્મક વાત તરફ વાળવામાં આવે તો ખુબ સારા હકારાત્મક પરિણામ પણ મળે છે.

આ પણ વાંચોઃ રાજસ્થાન સરકારની કામગીરી કરતાં ગુજરાત સરકારની કામગીરી સર્વોત્તમ ; પ્રદીપસિંહ

 કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સતત સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે તે ખૂબ જ જરૂરી છે. કોરોનાની સારવાર દરમિયાન ઘણા દર્દીઓ માનસિક રીતે પડી ભાંગે તેવા કિસ્સા જોવા મળે છે. પરંતુ આ રોગ સામે ડરવાની નહીં પરંતુ તેનો સામનો કરવાની જરૂર છે. કોરોનાની સારવાર દરમિયાન આઇસોલેશન ખૂબ જ જરૂરી છે.

વ્યક્તિના સૌથી સારા મિત્રો એટલે પુસ્તકો

આઇસોલેશન એટલે એકાંત અને આ એકાંત વ્યક્તિ પોતાના સમીપે પણ રહી શકે છે. ‘સ્વ’ (Book Experiment in Civil)ની અનુભૂતિ કરી શકે છે. આવા સમયે વ્યક્તિના સૌથી સારા મિત્રો એટલે પુસ્તકો . સારા પુસ્તકો એ હજાર મિત્રોની ગરજ સારે છે તે કહેવત પ્રમાણે જ કોરોનાની પરિસ્થિતિમાં પણ જો દર્દી સતત સકારાત્મક વિચારોનું ચિંતન કરતો રહે તો એ ચોક્કસપણે સારવારને સારા પરિણામો મળી શકે છે.

 અમદાવાદની સીવીલ હોસ્પિટલ તથા મંજુશ્રી હોસ્પિટલ દ્વારા આ વાતને ધ્યાને રાખીને દર્દીઓને સારવારની સાથે સાથે ‘પુસ્તક’પણ આપવામાં આવે છે.
આ અંગે સિવીલ હોસ્પિટલના અધિક સુપ્રિન્ટન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે,

“અમે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે તમામ દર્દીઓની સારવાર તો કરીએ જ છીએ, એ અમારી પ્રાથમિક ફરજ પણ છે. પરંતુ જો દર્દીઓનું ધ્યાન વાંચન તરફ વાળવામાં આવે તો કદાચ તેમની રીકવરી વધુ ઝડપથી થાય તેવું અમે દ્રઢ પણે માનીએ છીએ. અને એટલે જ અમે દર્દીઓને તેમને ગમતા પુસ્તક વાંચવા આપીએ છીએ. દર્દીઓને આ અભિગમ ખુબ ગમ્યો છે, અને લગભગ તમામ દર્દીઓએ તેને આવકાર્યો છે.”

આ પણ વાંચોઃ કોંગ્રેસ બાદ શંકર સિંહ ‘બાપુ’એ પણ સાથે મળી કોરોનાનો સામનો કરવા CMને લખ્યો પત્ર

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે,

“સિવિલ હોસ્પિટલ કોરોના ડેઝીગ્નેટેટેડ 1200 બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં દર્દીઓની માનસિક સ્થિતિની દરકાર કરીને તેમનું કાઉન્સેલીંગ કરવા માટે કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સેલર દ્વારા દર્દીઓને એકલવાયાપણાની અનુભૂતિ ન થાય તે માટે સતત કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમની માનસિક સ્થિતિ મજબૂત રહે તે માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.”

“ક્યાંક આ કાઉન્સેલરો નીચે દર્દી સાથે બેસીને તેમની સાથે લાગણીસભર વાત કરતા કહે છે કે, ‘બા, હું છુ ને…! તમે શું કામ ચિંતા કરો છો… હું તમારી દીકરી જેવી જ છુ…’ કદાચ આટલા શબ્દો કોઈ પણ દર્દીને બીમારીમાંથી ઉભો કરી દોડતો કરવા સમર્થ છે.” Book Experiment in Civil

આવા અભિગમ દર્દીને બેઠા કરવા પુરતા

કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓ રોગથી ડિપ્રેશનમાં કે ચિંતામાં ન રહે તે માટે જીવનમાં હકારાત્મક વલણ જાળવી રાખે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને આધ્યાત્મિક અને સકારાત્મક વિચારસરણી કેળવાય તેવા પુસ્તકો આપવામાં આવે છે. આવા અભિગમ દર્દીને બેઠા કરવા પુરતા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 207 જ બેડ ખાલી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat