મુંબઇ: ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચર (Chanda Kochhar) અને તેમના બિઝનેસમેન પતિ દીપક કોચર (Deepak Kochhar)ને બૉમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે તેમની ધરપકડને પડકાર આપનારી અરજી પર સુનાવણી કરતા જામીનના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ કે, ‘તેમની ધરપકડ કાયદા અનુસાર થઇ નથી.’
Advertisement
Advertisement
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ સંભળાવતા કહ્યુ કે, ‘દંપત્તિની ધરપકડ સીઆરપીસીની કલમ 41એના આદેશ અનુરૂપ નથી.’ CBIએ 24 ડિસેમ્બરે બન્નેને વર્ષ 2012માં વીડિયોકૉન ગ્રુપને બેન્ક દ્વારા લોનમાં છેતરપિંડી કેસ મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. સીબીઆઇએ ચંદા કોચર અને દીપક કોચર પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે બન્ને સવાલના યોગ્ય રીતે જવાબ નથી આપી રહ્યા અને તપાસમાં સહયોગ નથી કરી રહ્યા, જે બાદ બન્નેની અટકાયત કરવામાં આવી હતી.
ચંદા કોચરની કરિયર
2009માં ચંદા કોચરને CEO અને MD બનાવવામાં આવ્યા હતા. ચંદા કોચરના નેતૃત્વમાં ICICI બેંકે રિટેલ બિઝનેસમાં પગ મૂક્યો, જેમાં તેને અપાર સફળતા મળી. તે તેમની યોગ્યતા અને બેંકિંગ ક્ષેત્રમાં તેમના યોગદાનનો પુરાવો છે કે ભારત સરકારે ચંદા કોચરને તેમના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ (2011માં)થી નવાજ્યા હતા. કોચરના પતિની કંપનીમાં રોકાણ અંગે બેંકની ઉધાર લેનાર કંપની વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અયોગ્યતાના આક્ષેપો બાદ ઓક્ટોબર 2018માં ચંદા કોચરે રાજીનામું આપ્યું હતું.
શું છે CBIનો આરોપ?
CBIએ આરોપ લગાવ્યો છે કે ICICI બેન્કે વેણુગોપાલ ધૂત દ્વારા વીડિયોકૉન ગ્રુપની કંપનીઓને બેન્કિંગ વિનિયમન અધિનિયમ, આરબીઆઇના નિયમ અને બેન્કની દેવા નીતિનું ઉલ્લંઘન કરતા 3,250 કરોડ રૂપિયાની લોન ફેસિલિટી મંજૂર કરી હતી. ચંદા કોચર અને દીપક કોચરની અટકાયત સબંધી સુનાવણી દરમિયાન સીબીઆઇ તરફથી હાજર સરકારી વકીલ એ લિમોજિને દલીલ કરી હતી કે ચંદા કોચરે વીડિયોકૉન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડ રૂપિયાની દેવા સુવિધાને મંજૂરી આપીને આઇપીસીની કલમ 409 હેઠળ ગુનાહિત છેતરપિંડી પણ કરી છે.
Advertisement