નવી દિલ્હીઃ તુર્કીના ઈસ્તાંબુલમાં વ્યસ્ત રોડ પર થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે આ વિસ્ફોટમાં 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટના બાદ સ્થાનિક પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ બધાની વચ્ચે આ બ્લાસ્ટ સાથે જોડાયેલો એક વીડિયો પણ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિસ્ફોટના જોરદાર અવાજ સાથે આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી રહી છે. આ બ્લાસ્ટ બાદ ત્યાં હાજર લોકો ભાગતા જોવા મળે છે.
Advertisement
Advertisement
એએફપીના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં વિસ્ફોટ થયો છે તે એવન્યુ, દુકાનો અને રેસ્ટોરાંથી ઘેરાયેલો છે. તે સામાન્ય રીતે ગીચ વિસ્તાર છે, કારણ કે તે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
આ ઘટના અંગે કાસિમ્પાસા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
વિસ્ફોટની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ સાથે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટના બાદ વિસ્ફોટના સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ હાલમાં આ કેસ પાછળ કોણ છે તે જાણવા અને આરોપીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr
— NonMua (@NonMyaan) November 13, 2022
એક પ્રત્યક્ષદર્શીએ એએફપીને જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે હું વિસ્ફોટ સ્થળથી માત્ર 50 થી 55 મીટર દૂર હતો. બ્લાસ્ટ બાદ મેં ત્રણથી ચાર લોકોને જમીન પર પડેલા જોયા હતા. લોકમાં નાસભાગ મચી ગઇ હતી અને બ્લાસ્ટ બાદ ધૂમાડાના ગોટેગોટા હવામાં ભળ્યા હતા.
Advertisement