Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘બોલીવુડ બાદશાહ’એ PM મોદીને વીડિયો દ્વારા આપ્યો જવાબ, જાણો વિગત

‘બોલીવુડ બાદશાહ’એ PM મોદીને વીડિયો દ્વારા આપ્યો જવાબ, જાણો વિગત

0
395

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ મારફતે શાહરૂખે વડાપ્રધાન મોદી માટે એક સંદેશો પણ લખ્યો છે.

દેશમાં 2019ની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. આવામાં ચૂંટણીની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ટ્વીટર મારફતે અનેક હસ્તીઓને ટેગ કરીને તેમને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ સાથે જ નરેન્દ્ર મોદીએ સેલીબ્રિટીઓને જણાવ્યું હતું કે, તેઓ નાગરીકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે. આવામાં હવે બોલીવુડના સુપરસ્ટાર કિંગ ખાને એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

શાહરૂખ ખાને વીડિયોની લિંક પોસ્ટ કરવાની સાથે જ લખ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી સાહેબે ક્રિએટિવીટી માટે કહ્યું હતું. હું થોડો મોડો પડ્યો છું, વીડિયો બનાવવામાં. તમે મોડા ના પડતા મત આપવામાં. મતદાન તમારો અધિકાર નથી, પરંતુ તમારી શક્તિ પણ છે. મહેરબાની કરીને મતદાન કરો…ધન્યવાદ