Gujarat Exclusive > યુથ > મનોરંજન > ઘરમાંથી ગાંજો મળ્યા બાદ કોમેડિયન ક્વીન ભારતી, તેના પતિની ધરપકડ

ઘરમાંથી ગાંજો મળ્યા બાદ કોમેડિયન ક્વીન ભારતી, તેના પતિની ધરપકડ

0
71
  • શનિવારે NCBની રેડમાં ભારતીના ઘરેથી ગાંજો મળ્યો હતો
  • ભારતીના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ થવાની સંભાવના

મુંબઇઃ ટીવીની કોમેડિયન ક્વીન ભારતી સિંહ (Comedian Bharti arrest) અને તેના પતિ હર્ષની શનિવારે ધરપકડ થઇ. અભિનેત્રીના ઘરેથી ગાંજો જપ્ત કરાયા બાદ નાર્કોટિક્સ વિભાગ (NCB)એ ભારતી સિંહની ધરપકડ કરી લીધી.

ભારતી (Comedian Bharti arrest)અને હર્ષને આજે રાત્રે એનસીબીની ઓફિસે રાખવામાં આવશે અને કાલે કોર્ટમાં રજૂ કરાશે. ગાંજાની જપ્તી મામલે ભારતીના ગુજરાતી પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachia)ની પણ પુછપરછ થઇ રહી હતી. મોડી સાંજે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

NCBએ શનિવારે કોમેડિયન ભારતી (Bharti singh)ની પ્રોડક્શન ઓફિસ અને ઘરે દરોડા પાડ્યા હતો. જેમાં 86.5 ગ્રામ ગાંજો પકડાયો હતો. એનસીબીએ દાવો કર્યો છે કે પુછપરછમાં ભારતી સિંહ અને તેના પતિ હર્ષે ગાંજાના સેવનની વાત કબૂલી લીધી છે. અત્યારે ભારતી સિંહની NDPS એક્ટ 1986 હેઠળ ધરપકડ (Comedian Bharti arrest) કરાઇ છે.

સુશાંત સિંહના મોત બાદ બોલીવૂડ પર સકંજો

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સતત બોલિવૂડ સાથે જોડાયેલી હસ્તીઓના ઘરે રેડ કરી રહી છે. આ યાદીમાં એનસીબીની ટીમે મહિલા કોમેડિયન ભારતી સિંહ (Comedian Bharti arrest)ના ઘરે રેડ કરી છે.

જાણકારી અનુસાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે ભારતી સિંહના અંધેરી વિસ્તારમાં આવેલા ઘરમાં રેડ કરી હતી અને ત્યાથી ડ્રગ્સ જપ્ત કર્યુ છે, જે સમયે એનસીબીની ટીમે આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો તે સમયે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ ઘરે જ હતા.

ભારતી સિંહ (Comedian Bharti arrest)ના ઘરે ડ્રગ્સ મળ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી અને તેના પતિ હર્ષને પૂછપરછ માટે સમન્સ મોકલ્યુ છે. હવે જોવુ રહ્યુ કે ભારતી અને તેના પતિ એનસીબીના કાર્યાલયમાં ક્યારે પહોચે છે.

અગાઉ 21વેમ્બરે સવારે એનસીબીએ ખાર દાંડા વિસ્તારમાં દરોડા પાડી LSD, ગાંજો (40 ગ્રામ) અને Nitrazepam (સાઇકોટ્રોપિક ડ્રગ) સહિત કેટલાક ડ્રગ્સની સાથે 21 વર્ષના એક તસ્કરની ધરપકડ કરી હતી.

અર્જુન રામપાલના ઘરે પણ રેડ પડી હતી Comedian Bharti arrested news

થોડા દિવસ પહેલાં એક્ટર અર્જુન રામપાલના ઘરે પણ એનસીબીએ રેડ પાડી હતી. જેમાં લેપચોપ, મોબાઇલ અને ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ મળી આવ્યા હતા. અર્જુનના ડ્રાઇવરની અટકાયત કરાઇ હતી. ઉપરાંત એનસીબીએ ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાળાની પત્નીની પણ તેના નિવાસેથી ધરપકડ કરી હતી.

દિપીકા, સારા, રકૂલપ્રીતની પણ પુછપરછ થઇ છે

એનસીબી બોલીવૂડમાં ડ્રગ્સ કનેકશન મામલે સારા અલી ખાન, રકૂલ પ્રીત સિંહ અને દિપીકા પદૂકોણ સહિત ઘણા સ્ટાર્સની પુછપરછ કરી ચૂકી છે. જ્યારે સુશાંત સિંહની આત્મહત્યા બાદ શરુ થયેલી તપાસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરાઇ હતી. Comedian Bharti arrested news

ભારતી સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો ધ કપિલ શર્મા શોમાં તે દેખાય છે. ઉપરાંત તેના પતિ હર્ષ સાથે પણ અનેક શો કરી ચૂકી છે. બંનેએ ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો.