Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘બૉલિવૂડ કી હૉમ ડિલીવરી..!’ ડિજિટલ પ્લેટફોર્મ પર મોટી ફિલ્મો નિહાળો

‘બૉલિવૂડ કી હૉમ ડિલીવરી..!’ ડિજિટલ પ્લેટફોર્મ પર મોટી ફિલ્મો નિહાળો

0
713

• અક્ષયકુમારે લક્ષ્મી બોમ્બનું પોસ્ટર રિલીઝ કર્યું
• સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ 24 જુલાઇએ રિલીઝ થશે
• ડિઝ્ની પ્લસ મલ્ટીપ્લેક્સે 7 ફિલ્મોની રિલીઝની માહિતી આપી

મુંબઈ: કોરોના વાઈરસને કારણે ભારતમાં 3 મહિનાથી લૉકડાઉન બાદ અનલૉકને પગલે મલ્ટીપ્લેક્સ અને થિયેટરોને બંધ છે. જેથી અનેક ફિલ્મોની રિલીઝ અટકી ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને બોલિવૂડ સેલેબ્સે સોમવારે પોતાની અપકમિંગ ફિલ્મોની રિલીઝ અંગે ઓનલાઇન માહિતી આપી.

વરુણ ધવનની મેજબાનીમાં અલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, અક્ષયકુમાર અને અજય દેવગણે ઝૂમ કોલ પર ફિલ્મોની એનાઉન્સમેન્ટ કરી. આ ઇવેન્ટમાં સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જૂને ઓટીટી રિલીઝની માહિતી અપાઇ. અન્ય કલાકારોની ફિલ્મો આગામી મહિનોઓમાં ડિઝ્ની પ્લસ અને હોટસ્ટાર પર OTT રિલીઝ થશે.

અક્ષય, અજયે આપી તેમની ફિલ્મોની માહિતી

અહીં અક્ષય કુમારે તેની ફિલ્મ લક્ષ્મી બોમ્બનું પોસ્ટર રિલીઝ કર્યું,જેમાં તે એક કિન્નર બન્યે છે. અક્ષય સાથે આમાં કિયારા અડવાણી છે. તેની સાથે આ ત્રીજી ફિલ્મ છે. જ્યારે અજય દેવગણે ભુજ ધ પ્રાઇડનું પોસ્ટર રિલીઝ કરતા જણાવ્યું કે આ ફિલ્મ રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે. જેમાં 24 કલાકમાં કેવી રિતે સેનાની મદદ કરાઇ હતી તેની વાત છે.

ભુજ ધ પ્રાઇડની સ્ટોરી-એક કલાકમાં સેનાને મદદ કરી

“ફિલ્મની વાર્તા 1971ના યુદ્ધની છે. જેમાં અજય દેવગણ તત્કાલીન ભુજ એરપોર્ટના ઇંચાર્જ વિજય કર્ણિકની ભુમિકામાં છે. તે સમયે બોમ્મમારાથી આખી એરસ્ટ્રીપ તબાહ થઇ ગઇ હતી. પાકિસ્તાન તરફથી બોમ્બમારો પણ ચાલું હતો. ત્યારે વિજય કર્ણિકે 110 સાથીઓ અને 300 સ્થાનિક મહિઓની મદદથી એક કલાકમાં એર સ્ટ્રીપ ફરી તૈયારી કરી લે છે. જેથી ભારતીય જવાનોને લઇ આવનાર પ્લેન સહેલાઇથી લેન્ડ થઇ શકે.”

આલિયા ભટ્ટે તેની ફિલ્મ સડક-2 વિષે માહિતી આપી. તેણે કહ્યું કે પરિવાર સાથે આવી ફિલ્મ બનાવી રહ્યો હતો. જેની વાત જ અલગ હોય છે. ફિલ્મના પોસ્ટરમાં માત્ર કૈલાશ માનસરોવરની તસવીર છે, જેની તરફ જતા માર્ગ પર ફિલ્મનું ડાઇટલ છે.

જેને બદલી ન શકો, તેને અપનાવી લોઃ અક્ષય

અક્ષય કુમારે આ પ્રસંગે જણાવ્યું કે “ફર્સ્ટ ડે ફર્સ્ટ ડે શો જોવા માટે ક્રેઝી રહેતા હતા. લંચની યાદ પણ રહેતી નહતી તાલાવેલી રહેતી હચી. મહામારી વચ્ચે હું હંમેશા માનું છું કે જેને બદલી ન શકીએ તેને અપનાવી લો. પરિવારની સાથે લિવિંગ રુમમાં બેસી ફિલ્મ નિહાળો, કારણ કે શો ટાઇમ, ઇન્ટરવલ, ભોજન બધુ જ તમારી પસંદનું હશે”

22 વર્ષ પહેલાં લોકડાઉન થયો હતોઃ દેવગણ

અજય દેવગણે જણાવ્યું કે “હું 22 વર્ષ પહેલાં લોકડાઉન થઇ ગયો હતો. જેથી મેં વિચાર્યું કે બદલો લઇ લઉ, તેથી બધુ જ લોકડાઉન કરી દીધું. જ્યારે હું ઘરમાં વધુ રોકાવું છું તો બધાને બહુ હેરાન કરુ છું. એકલો હોઉ તો દરરોજ રાત્રે દોઢ કલાક વેબ શો જોતો હતો.”

ડિઝની પ્લસ હૉટસ્ટાર VIPએ ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો પોતાની ફિલ્મોને રિલીઝ કરવાના સંદર્ભમાં એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યાં છે. આ સ્ટાર્સમાં અક્ષય કુમાર, અજય દેવગન, અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ અને વરૂણ ધવન સામેલ છે.

ટ્વીટમાં આ સેલેબ્સના ફોટો સાથે કેપ્શન લખવામાં આવ્યું છે કે, બૉલિવૂડની હૉમ ડિલીવીરી. આ જાહેરાત અપકમિંગ ફિલ્મોની રિલીઝને લઈને કરવામાં આવી શકે છે. આ સ્ટાર્સ સોમવારે 29-જૂનના રોજ એકસાથે લાઈવ થશે.

આલિયા-વરૂણનો થઈ રહ્યો છે બહિષ્કાર
ટ્વીટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, સોમવારે સાંજની ચા સ્ટાર્સ સાથે. બોલિવૂડના મોટા સ્ટાર્સ તમારા માટે મોટા સમાચાર લઈને આવી રહ્યાં છે. 29-જૂન સાંજે 4:30 કલાકે તૈયાર રહો.

સડક-2 ઓગસ્ટના અંતમાં રિલીઝ થઇ શકે છે

વરુણ ધવેન કહ્યું કે ઓગસ્ટ-સપ્ટેમ્બર બાદ સિનેમાઘરો ખુલવાની સ્થિતિને જોતા આગામી ફિલ્મીની રિલીઝ ડેટ જારી કરાશે.  બોલીવૂડ ની હોમ ડિલીવરી હેઠળ ઓગસ્ટથી ફિલ્મો રિલીઝ કરાશે. જેમાં સડક ટુ ઓગસ્ટના અંત સુધીમાં રિલીઝ થઇ શકે છે.

એક દિવસની રાહત બાદ ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો તમારા શહેરમાં આજનો રેટ્સ