Gujarat Exclusive > યુથ > મનોરંજન > VIDEO: કરણ જોહરની પાર્ટી પણ NCBની રડાર પર, થઇ શકે છે પૂછપરછ

VIDEO: કરણ જોહરની પાર્ટી પણ NCBની રડાર પર, થઇ શકે છે પૂછપરછ

0
110
  • 27 જુલાઇ 2019એ થયેલી Partyમાં કોકિનના ઉપયોગની શંકા
  • રકૂલ અને દીપિકાની પુછપરછ બાદ આ દિશામાં તપાસ થઇ શકે

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં જ્યારથી ડ્રગ્સ કનેક્શન જોડાયું છે, બોલrવુડના મોટા-મોટા નામ NCBની રડાર પર છે. હવે રિપોર્ટ મુજબ 27 જુલાઈ 2019ના રોજ કરણ જોહરના ઘરે યોજાયેલી પાર્ટી (Party) પણ NCBની તપાસ હેઠળ આવી શકે છે. NCBને શંકા છે કે આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. આ પાર્ટીમાં કોકિનના ઉપયોગની શંકા છે. NCBની રડાર પર આ પાર્ટીમાં હાજર લોકો પણ હોઇ શકે છે.

કરણ જોહરની પાર્ટી પર NCBની નજર

View this post on Instagram

 

Saturday night vibes

A post shared by Karan Johar (@karanjohar) on

Partyમાં ડ્રગ્સની વાત

પાર્ટી અંગે કેટલાક એવા એલિમેન્ટ નજરે પડે છે, જેમાં પાર્ટીમાં ડ્રગ્સની વાત દેખાઇ રહી છે. 27 જૂલાઈએ થયેલી આ પાર્ટી (Party)માં NCBને કોકીનનો ઉપયોગ થવાની શંકા છે.

એક્ટ્રેસ રકુલ પ્રીતની પૂછપરછ પછી આ પાર્ટી (Party)ની તપાસ શરૂ થઇ શકે છે. રકુલ પ્રીત સાથે થયેલી પૂછપરછ પછી NCB ઓફિસ પહોંચેલા કેપીએસ મલ્હોત્રા, કરણ જોહરના નજીકના ક્ષિતિજ પ્રસાદ અને અનુભવથી થઇ રહેલી પ

Partyમાં દીપિકા, મલાઇકા સહિત અનેક કલાકારોની હાજરી

ઉલ્લેખનીય છે કે કરણ જોહરની આ પાર્ટી (Party)માં દીપિકા પાદુકોણ, મલાઇકા અરોડા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરુણ ધવન, વિક્કી કૌશલ, રણબીર કપૂર, શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત જેવા સ્ટાર હાજર હતા. આ પાર્ટીનો વીડિયો કરણ જોહરે 28 જુલાઈ 2019ના રોજ પોસ્ટ કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલા ક્ષિતિજ પ્રસાદનો નામ એક ડ્રગ પેડલર સાથે થયેલી પૂછપરછમાં સામે આવ્યો હતો. તેના કારણે તેને નોટિસ મોકલી બોલાવવામાં આવ્યો છે. તે પછી તેના ઘરે પુરાવા શોધવા માટે એનસીબીએ તપાસ કરી.

જ્યારે એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ ડ્રગ્સ કનેક્શનમાં સામે આવ્યું છે. શનિવારે તેઓ NCB ઓફિસ જશે. NCBએ તેને પણ નોટિસ મોકલી હતી. શનિવારે NCB તેની પૂછપરછ કરશે.

 કરણ જોહર ફેમિલી સાથે ગોવામાં છે

ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા કરણ જોહર તેની ફેમિલી સાથે ગોવામાં હતો. કરણ સાથે તેની માં હીરૂ જોહર અને બાળક રૂહી અને યશ જોહર સાથે હતા. તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો.