Gujarat Exclusive > યુથ > મનોરંજન > ડ્રગ્સ કેસમાં ફસાયેલી ભારતી સિંહ પતિ કરતાં 7 વર્ષ છે મોટી, કંઈક આવી છે ‘કૉમેડી ક્વિન’ની કહાની

ડ્રગ્સ કેસમાં ફસાયેલી ભારતી સિંહ પતિ કરતાં 7 વર્ષ છે મોટી, કંઈક આવી છે ‘કૉમેડી ક્વિન’ની કહાની

0
112
  • જેના કારણે ભારતી શૉમાં થઈ હતી ‘આઉટ’, પાછળથી તેને જ બનાવ્યો પોતાનો જીવનસાથી
  • ડ્રગ્સ કેસમાં ભારતી સિંહ પર લાગેલા આરોપ કેટલા સંગીન, કેટલી થઈ શકે છે સજા
  • NCBની રડાર પર કેવી રીતે આવી ‘કૉમેડી ક્વિન’ ભારતી સિંહ

Bollywood Drug Case: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે હાસ્ય કલાકાર ભારતી સિંહના (Bharti Singh) અંધેરી સ્થિત ઘરમાંથી ગાંજો મળી આવ્યા બાદ ધરપકડ કરી લીધી છે. NCB દ્વારા હિન્દી મનોરંજન જગતમાં કથિત નશાના કારોબારની (Bollywood Drug Case) તપાસ અંતર્ગત ભારતી સિંહના (Comedian Bharti) ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં એક ટીમે બાતમીના આધારે ભારતી સિંહના (Bharti Singh) અંધેરીમાં આવેલ લોખંડવાલા કૉમ્પલેક્સ સ્થિત ઘરની તલાસી લીધી હતી. જેમાં 86.5 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

NCBએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ભારતી (Comedian Bharti) અને તેનો પતિ હર્ષ લિમ્બાચિયા (Harsh Limbachiyaa) બન્ને જણાએ ગાંજાનો નશો કરવાનું કબૂલી લીધુ છે. ભારતી સિંહને (Bharti Singh) માદક પદાર્થ સબંધી કાયદા અંતર્ગત ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે હર્ષની પૂછપરછ થઈ રહી છે.

બ્યૂરોના એક અધિકારીએ કહ્યું કે, ભારતી સિંહના (Comedian Bharti) ઘરેથી જપ્ત કરવામાં આવેલ ગાંજો કાયદા હેઠળ નજીવો માત્ર છે. એક હજાર ગ્રામ ગાંજાને નજીવી માત્રા માનવામાં આવે છે. જે માટે 6 મહિના સુધી જેલની કે 10 હજાર રૂપિયાના દંડ કે બન્નેની જોગવાઈ છે. 20 હજાર કિલો ગ્રામ કરતાં વધુ હોવા પર 20 વર્ષની જેલ થઈ શકે છે. ભારતી સિંહનું નામ એક ડ્રગ્સ પેડલરની પૂછપરછ બાદ સામે આવ્યું હતું.

ભારતી સિંહ (Bharti Singh) ટીવી પર અનેક કૉમેડી અને રિયાલિટી શૉમાં જોવા મળે છે. NCBએ જૂન મહિનામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત (Sushant Singh Death Case) બાદ તપાસમાં ડ્રગ્સ એન્ગલ (Bollywood Drug Case) સામે આવ્યા બાદ સઘન તપાસ કરી રહી છે.

ભારતી સિંહ (Comedian Bharti) મૂળ પંજાબની છે. 3 જુલાઈ 1986માં અમૃતસરમાં ભારતીનો જન્મ થયો હતો. ભારતીના બાળપણમાં જ તેના પિતાનુ અવસાન થઈ ગયું હતું. જે બાદ માતા કમલાએ તેમનો ઉછેર કર્યો હતો.

ભારતીએ (Bharti Singh) પ્રાથમિક શિક્ષણ અમૃતસરમાં જ મેળવ્યું છે. આ સિવાય ભારતી શૂટર પણ રહી ચૂકી છે, જેમાં તેણીએ ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ, પ્રથમ દિવસે જાહેરનામા ભંગના અનેક ગુના નોંધાયા

કૉમેડી ઉપરાંત ભારતી (Comedian Bharti) ટીવી પર અનેક શૉ હોસ્ટ પણ કરી રહી છે. ભારતીએ સ્ટેન્ડ અપ કૉમેડી શૉ “ધી ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ”ની ચોથી સિઝનમાં આગવી ઓળખ ઉભી કરી હતી. આ શૉમાં તે (Bharti Singh) સેકન્ડ રનર-અપ રહી હતી. જો કે આ શૉમાં તેના પાત્રનું નામ હતું “લલ્લી”. જેને આજે પણ યાદ કરવામાં આવે છે. આ શૉ બાદ ભારતીએ મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો હતો.

વર્ષ 2017માં ભારતીએ લેખક હર્ષ લિમ્બાચિયા (Harsh Limbachiyaa) સાથે લગ્ન કર્યાં હતા. જે ઉંમરમાં તેના કરતાં 7 વર્ષ નાનો છે. ભારતીએ (Comedian Bharti) કૉમેડી ઉપરાંત ડાન્સમાં પણ નસીબ અજમાવ્યું છે. લોકપ્રિય ડાન્સ રિયાલિટી “શૉ ઝલક દિખલા જા”માં પણ તે જોવા મળી ચૂકી છે.

ભારતી અને હર્ષ “કૉમેડી સર્કસ” શૉ કરવા દરમિયાન એકબીજાને મળ્યા હતા. ભારતી (Bharti Singh) ત્યારે કંટેસ્ટન્ટ હતી, જ્યારે હર્ષ સ્ક્રિપ્ટ રાઈટર. અનેક સ્પર્ધકો તે સમયે હર્ષની (Harsh Limbachiyaa) સ્ક્રિપ્ટના કારણે શૉ થી આઉટ થઈ ગયા હતા. ભારતી (Comedian Bharti) માટે પણ હર્ષે જ સ્ક્રિપ્ટ લખી હતી. જેના પર પરફોર્મ કર્યા બાદ ભારતી શૉમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે ભારતીનું નસીબ સારુ હતું કે, તેને પાછળથી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી.

જેમાં ભારતીએ ફરીથી હર્ષને પોતાના સ્ક્રિપ્ટ રાઈટર તરીકે સિલેક્ટ કર્યો હતો. રસપ્રદ વાત એ રહી કે, શૉની વિજેતા પણ ભારતી જ રહી હતી. આ કાર્યક્રમ દરમિયાન જ ભારતી-હર્ષ એકબીજાની નજીક આવ્યા હતા. જેના એક વર્ષ બાદ હર્ષે ભારતીને પ્રપોઝ કર્યું હતું.