Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > બૉલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન ગીરની મુલાકાતે, સાસણમાં કર્યા સિંહ દર્શન

બૉલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન ગીરની મુલાકાતે, સાસણમાં કર્યા સિંહ દર્શન

0
163

જૂનાગઢ: બૉલિવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાન બાદ હવે બૉલિવૂડ અભિનેત્રી (Bollywood Actress)  ઝરીન ખાન (Zareen Khan) પણ ગીરની મુલાકાતે આવી છે. 33 વર્ષીય અભિનેત્રી ઝરીન ખાને સૌ પહેલા દીવની મુલાકાત લીધી હતી. જે બાદ ઝરીન ગીર આવી હતી. જ્યાં સાસણમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો. ઝરીને પોતાના સોશિયલ મીડિયામાં ગીરમાં પોતાની હળવી પળોનો વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના CM રૂપાણીએ જે ફળનું નામ ‘કમલમ’ રાખ્યું, જાણો તેના ફાયદા-નુક્સાન અને ભારતમાં તેની કિંમત Zareen Khan

જણાવી દઈએ કે, ઝરીન ખાને (Zareen Khan) 2010માં આવેલી ફિલ્મ ‘વીર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ. જેમાં તેની સલમાન ખાન (Salman Khan)  સાથે જોડી હતી. આ સિવાય ઝરીન ખાન હૉરર ફિલ્મ 1921માં પણ જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઑફિસ પર પીટાઈ ગઈ હતી.

આટલુ જ નહીં, 2017માં આવેલી ઝરીનની ફિલ્મ “અક્સર-2”એ પણ બોક્સ ઑફિસ પર નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. બૉલિવૂડ સાથે ઝરીન ખાને તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લે ઝરીન ખાન ગિપ્પી ગ્રેવાલ સાથે પંજાબી ફિલ્મ “ડાકા”માં જોવા મળી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9