Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘બોલતી તસ્વીરો..!‘ ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે Topless થઈ બોલિવૂડ અપ્સરાઓ, જુઓ Photos

‘બોલતી તસ્વીરો..!‘ ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે Topless થઈ બોલિવૂડ અપ્સરાઓ, જુઓ Photos

0
3136

મુંબઈ: જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીએ આ વર્ષ 2020 માટેનું કેલેન્ડર લોન્ચ કરી દીધું છે. આ વખતે ડબ્બૂના પોસ્ટર્સમાં બોલિવૂડ એક્ટ્રેસનો બોલ્ડ અને હૉટ અંદાજ જોવા મળી રહ્યો છે. ડબ્બૂ રતનાનીના આ કેલેન્ડરમાં 3 અભિનેત્રીઓના ફોટોશૂટના ફોટો ઘણાં જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં સની લિયોની, ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણીએ ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં ટૉપલેસ થઈને બેહદ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

ડબ્બૂ રતનાનીએ પોતાના આ કેલેન્ડરના ફોટો પોતાના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાં છે. આ કેલેન્ડરમાં સની લિયોની પોતાના શરીર પર માત્ર એક પુસ્તકથી ઢાંકતી જોવા મળી રહી છે.

આ ઉપરાત શાહિદ કપૂરની ફિલ્મ “કબીર સિંહ”માં જોવા મળેલી કિયારા અડવાણી ગત વર્ષ બાદ આ વર્ષે ફરીથી આ કેલેન્ડરમાં જોવા મળી છે. કિયારાનો લુક આ વખતે ઘણો હટકે જોવા મળી રહ્યો છે. જેમાં કિયારા પોતાના શરીરને ઝાડના પાનથી ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે આ ફોટોના કારણે ડબ્બુ રતનાની અને કિયારાને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યાં છે. લોકોએ કબીર સિંહ સાથે જોડીને મિમ્સ બનાવવાના શરૂ કર્યા છે. કેટલાક યુઝર્સે ફોટો મોર્ફ કરીને કિયારાને કપડા પણ પહેરાવ્યા છે.

બીજી તરફ “દમ લગા કે હાઈશા” ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યૂ કરનારી ભૂમિ પેડનેકરે પણ ડબ્બૂ રતનાનીના કેલેન્ડર માટે ટૉપલેસ થઈને ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં ભૂમિ બાથટબમાં જોવા મળી રહી છે. કૃતિ સેનન, અનન્યા પાંડે અને વિદ્યા બાલન પણ આ કેલેન્ડરમાં જોવા મળી રહી છે.

ડબ્બુ રતનાની માટે બોલિવૂડ એક્ટર જૉન અબ્રાહામ શર્ટલેસ જોવા મળી રહ્યાં છે. આ સિવાય વિક્કી કૌશલ, અભિષેક બચ્ચન, ટાઈગર શ્રોફ, સૈફ અલી ખાન, કાર્તિક આર્યન, અક્ષય કુમાર, વરૂણ ધવન અને રિતિક રોશન પર અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે.

કેમ ડબ્બૂના કેલેન્ડરની આતુરતા પૂર્વક રાહ જોવાય છે?
જાણીતા ફેશન ફોટો ગ્રાફર ડબ્બૂ રતનાની હંમેશા બોલિવૂડ સ્ટાર્સના શાનદાર ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે. બોલિવૂડ સેલેબ્સ પણ તેમના કેલેન્ડર પર પોતાની તસ્વીર છપાવવા માટે ઉત્સુક હોય છે.

ડબ્બૂ રતનાનીએ પોતાનું પ્રથમ કેલેન્ડર વર્ષ 2000માં રિલીઝ કર્યું હતું. તેમણે તેના 12 સ્ટોક પિક્ચર્સ સાથે 1000 કલેન્ડર પ્રિન્ટ કરાવ્યા હતા. પોતાના પ્રથમ કેલેન્ડરને ડબ્બૂએ બોલિવૂડ સેલેબ્રિટીને ભેટમાં આપ્યા હતા. તેમણે આ કેલેન્ડર એક ફોટોગ્રાફર તરીકે શરૂ કર્યું હતું, પરંતુ ડબ્બૂ રતનાનીના કામને મળેલા પ્રતિસાદ બાદ તેમણે 2001માં ફરીથી કેલેન્ડર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો. પછી તો લોકો અને ફિલ્મી સિતારાઓમાં ડબ્બૂ રતનાનીનું કેલેન્ડર પ્રથમ પસંદ બની ગયું.

દર વર્ષના અંતમાં ડબ્બૂ રતનાની કેલેન્ડર માટે શૂટની તૈયારીઓ શરૂ કરે છે. સૌ પ્રથમ તેનો જે સ્ટાર્સ સાથે પોતાના કેલેન્ડર માટે શૂટ કરાવવા માંગે છે. તેમને 3 થી 4 આઈડિયા મેઈલ કરે છે. જે તેમની પર્સનાલિટીની શૂટ કરતા હોય. આ આઈડિયાઝમાંથી સ્ટાર્સ જેને પસંદ કરે, પછી તેના પર ડબ્બૂ રતનાની તેના પર કામ કરે છે. શૂટ દરમિયાન ડબ્બૂ દરેક ફોટોના 100 એન્ગલ્સ જુએ છે. ડબ્બૂ રતનાનીના ફોટોમાં ક્રિએટીવિટીની કોઈ સીમા નથી હોતી. કેલેન્ડર માટે 24 અલગ-અલગ શૉટ્સ તૈયાર કરવામાં આવે છે. દરેક ફોટો અલગ જ કહાની વ્યક્ત કરે છે. (Photo Credit: Instagram/@dabbooratnani)

અક્ષયકુમારની ‘બલમા‘એ કાતિલ અદાઓથી લગાવી આગ, ફેન્સ બોલ્યા- ‘ફાયર બ્રિગેડ મંગવા લે તું…!‘