Gujarat Exclusive > યુથ > મનોરંજન > લૉકડાઉનનો નિયમ તોડીને મુશ્કેલીમાં મૂકાઈ પૂનમ પાંડે, મુંબઈ પોલીસે કરી ધરપકડ

લૉકડાઉનનો નિયમ તોડીને મુશ્કેલીમાં મૂકાઈ પૂનમ પાંડે, મુંબઈ પોલીસે કરી ધરપકડ

0
957

મુંબઈ: કાયમ કોન્ટ્રોવર્સીમાં રહેનારી બોલ્ડ એક્ટ્રેસ અને બિન્દાસ્ત મૉડલ પૂનમ પાંડે ફરીથી એક નવી મુસીબતમાં ફસાઈ છે. પૂનમ પાંડેને મુંબઈના મરીન ડ્રાઈવમાં તેના બૉયફ્રેન્ડ સાથે BMW કારમાંથી ઝડપી પાડવામાં આવી હતી. આ બન્ને જણાની લૉકડાઉનના નિયમોનો ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને બન્ને વિરૂદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, જે સમયે પોલીસે પૂનમ પાંડેને પકડી, ત્યારે તે પોતાના 46 વર્ષના બૉયફ્રેન્ડ સૈમ અહમદ સાથે કારમાં હતી. પૂનમ પર કોઈ કારણવિના ઘરેથી બહાર નીકળીને લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જણાવી દઈએે કે, કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે મોદી સરકાર દ્વારા 17-મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.

આ અંગે સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર મૃત્યુંજય હીરેમઠે જણાવ્યું કે, પૂનમ પાંડે (29) અને સૈમ અહમદ (46) વિરૂદ્ધ નેશનલ ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત IPCની કલમ 269 અને 188 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, કલમ 269 અંતર્ગત કોઈ પણ વ્યક્તિ પર બીમારી અને ઈન્ફેક્શનને પોતાની ઘોર બેદરકારીના કારણે ફેલાવવાનો અને બીજાના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લાગે છે. જ્યારે 188 અંતર્ગત વ્યક્તિ પર સરકારના જાહેરનામાના ભંગનો આરોપ મૂકવામાં આવે છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

લૉકડાઉનથી કંટાળી ‘મલંગ’ એક્ટ્રેસ, ભગવાન પાસે માંગ્યો બૉયફ્રેન્ડ