Gujarat Exclusive > યુથ > મનોરંજન > બોલીવુડની અભિનેત્રી, જેની સાથે ફિલ્મોમાં થયા સૌથી વધુ ‘રેપ’

બોલીવુડની અભિનેત્રી, જેની સાથે ફિલ્મોમાં થયા સૌથી વધુ ‘રેપ’

0
534

60-70ના દાયકામાં બોલીવુડમાં મોટાભાગની ફિલ્મોના કેન્દ્રમાં સમાજ, મહિલાઓનું શોષણ, સેક્સુઅલ હેરેસમેન્ટ જેવા મુદ્દાઓ મુખ્ય રહેતા હતા. એ સમયની ફિલ્મોમાં વાસ્તવિક જિંદગીમાં મહિલાઓ પર થતા અત્યાચારને પરદા પર ઉતારવામાં આવ્યું હતું. એ સમયમાં બોલીવુડ ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા ચાહકોનું દિલ જીતનાર અભિનેત્રી નજીમા ભલે હાલ આપણી વચ્ચે ના હોય, પરંતુ તેમની અદા અને તેમણે ભજવેલ ભૂમિકા હંમેશા યાદ રહેશે. એ સમયે નજીમા એવી એક્ટ્રેસ હતી, જેની સુંદરતા પાછળ અનેક લોકો પાગલ હતા. બોલીવુડમાં નજીમાની કારકિર્દી બહું લાંબી નહતી. કેન્સરના કારણે માત્ર 27 વર્ષની ઊંમરમાં જ તેનું અવસાન થયું.

હિંદી સિનેમામાં નજીમા એક એવી અભિનેત્રી છે, જેની સાથે ફિલ્મી પરદે સૌથી વધુ રેપ સીનનો રેકોર્ડ નોંધાયો છે. એ સમયના ડાયરેક્ટર્સ પોતાની ફિલ્મોમાં નજીમાને અભિનેતાની બહેનની ભૂમિકા માટે પસંદ કરતા હતા. જણાવી દઈએ કે, 60-70ના દાયકામાં આવનાર મોટાભાગની ફિલ્મોમાં રેપ સીન દર્શાવવામાં આવતા હતા અને આવા દ્રશ્યો માટે નજીમાં ફિલ્મ મેકર્સની પ્રથમ પસંદગી હતી. ફિલ્મોમાં પોતાની ભૂમિકા દ્વારા નજીમાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તે સમયે નજીમાને રેપની રાણી તરીકે પ્રખ્યાત બની હતી. બોલીવુડમાં તે એક્ટર્સની બહેન બનીને જ રહી ગઈ હોવાથી તેને કોઈ પણ ફિલ્મમાં લીડ રોલ ના મળ્યો. તો ચાલો આજ આવી જ એક એક્ટ્રેસ નજીમા વિશે વધારે જાણીએ…

મહારાષ્ટ્રના નાસિકમાં 14 જૂન,1948માં જન્મેલ નજીમાએ પોતાની કારકિર્દીની શરૂઆત 1961માં આવેલી ફિલ્મ ‘ઉમર કેદ’થી કરી હતી. જે બાદ 1965માં આવેલ ફિલ્મ ‘આરઝુ’માં જોવા મળી, જેને રામાનંદ સાગરે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી અને તેમા નજીમાની ભૂમિકાની લોકોએ ખૂબ પ્રસંશા કરી.

1964માં આવેલ ‘એપ્રિલ ફૂલ’ સુપરહિટ નીવડી હતી. જેના દ્વારા નાજિમાએ પોતાની ભૂમિકા માટે ખૂબ વાહવાહી મેળવી હતી. જે બાદ નાજીમાએ તમામ ફિલ્મો માટે ઓફર્સ મળવાની શરૂઆત થઈ હતી. 1968માં તેમને ફિલ્મ ‘આયે દિન બહાર કે’ ફિલ્મમાં કામ કરવાની તક મળી, જે બાદ નજીમાનું ભવિષ્ય ચમક્યું હતું.

1972માં આવેલ ફિલ્મ ‘બેઈમાન’માં નજીમાએ અભિનેતા મનોજકુમારની બહેનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે પણ તેમને બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી માટે નોમિનેટ કરવામાં આવી હતી. ફિલ્મમાં ભલે નજીમાએ સપોર્ટિંગ એક્ટ્રેસની ભૂમિકા ભજવી હોય, પરંતુ ગીતો તેમના પર જ ફિલ્માવવામાં આવ્યા હતા.