Gujarat Exclusive > યુથ > મનોરંજન > બે બાળકોની માતા કરીના કપૂરના બેડરૂમ સિક્રેટ- ‘બેડ પર સૂતા પહેલા મારે 3 વસ્તુ જોઈએ જ’

બે બાળકોની માતા કરીના કપૂરના બેડરૂમ સિક્રેટ- ‘બેડ પર સૂતા પહેલા મારે 3 વસ્તુ જોઈએ જ’

0
200

મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. કરીનાની સેન્સ ઑફ હ્યૂમર પણ ગજબની છે, તેણે હંમેશા પોતાના સબંધો વિશે બિન્દાસ્ત વાત કરી છે. હકીકતમાં કરીનાએ સૈફ અલી ખાન સાથે 2012માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા કરીના અને સૈફ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં હતા. બન્ને વચ્ચે રોમાન્સની પણ ખૂબ જ ચર્ચા થતી હતી. હવે કરીનાએ પોતાના ફેન્સ સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે.

કરીનાએ પોતાના એક શૂટ દરમિયાન જણાવ્યું હતું કે, તેના બેડ પર જતા પહેલા ત્રણ ચીજો જરૂર જોઈએ છે. બેડ પર સૂતા પહેલા આ ત્રણ વસ્તુઓ મારે જોઈએ જ. એક વાઈનની બોટલ, બીજી પજામા અને ત્રીજો સૈફ અલી ખાન. તેની આ વાતો સાંભળીને ફેન્સને પણ નવાઈ લાગી રહી છે.

આ પણ વાંચો:  એક મહિનાથી અંબાણી પરિવાર જામનગરના રિલાયન્સ ટાઉનશિપમાં, TMC બંગલોઝની સિક્યોરિટી વધારાઈ

જો કે કરીનાએ કોઈ પણ જાતની શરમ કે સંકોચ વિના આ વાતોનો ખુલાસો કર્યો છે કે, તેને બેડ પર સૂતા પહેલા શું-શું જોઈએ છે. આ સિવાય કરીનાએ કહ્યું છે કે, મને નથી લાગતુ કે આનાથી વધારે શ્રેષ્ઠ જવાબ કોઈ હોઈ શકે. આના માટે મને ઈનામ મળવું જોઈએ.

જણાવી દઈએ કે, કરીના કપૂર ખાને તાજેતરમાં જ બીજા પુત્રને જન્મ આપ્યો છે. જો કે તેણે પોતાના બીજા પુત્રનું નામ મીડિયા સામે જાહેર નથી કર્યું. આટલું જ નહીં, કરીના પોતાના નાના દીકરાને મીડિયા લાઈમ લાઈટથી દૂર રાખવા માંગે છે, કારણ કે તેનો મોટા પુત્ર તૈમુરના જન્મ બાદ તેના નામને લઈને વિવાદ થયો હતો. આથી કરીના અને સૈફ આ મામલે ખૂબ જ સતર્ક છે. કરીના અવારનવાર તૈમૂરના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. સ્ટાર કિડ્સમાં પણ તૈમુરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat