Gujarat Exclusive > યુથ > મનોરંજન > વરુણ-નતાશાના લગ્નની વિધિ શરૂ, શુભ મુહૂર્તમાં ફરશે સપ્તપદીના ફેરા

વરુણ-નતાશાના લગ્નની વિધિ શરૂ, શુભ મુહૂર્તમાં ફરશે સપ્તપદીના ફેરા

0
93

મુંબઈ: બૉલિવૂડ એક્ટર (Bollywood Actor) વરુણ ધવન લગ્ન (Varun Dhawan Marriage) માટે તૈયાર થઈ ગયો છે. નતાશા દલાલને (Natasha Dalal) પોતાની દિલની રાણી બનાવવા માટે વરુણ ધવન મુંબઈના અલીબાગમાં બનેલા “ધી મેન્શન હાઉસ” જાન લઈને પહોંચ્યો છે. લગ્નની વિધિ કરાવવા માટે પંડિતજી પણ આવી ગયા છે.

જણાવી દઈએ કે, શનિવારે વરુણ ધવને (Varun Dhawan) પોતાની એક આછેરી ઝલક દેખાડી હતી. જે બાદ તેના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે.

વરુણ અને નતાશાના લગ્નની (Varun-Natasha Wedding) વિધિ શરૂ થઈ ચૂકી છે. બન્ને પરિવારના ખૂબ જ નજીકના સબંધીઓ અને કેટલાક ખાસ મિત્રોને જ “ધી મેન્શન હાઉસ” માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે NCP પણ મેદાનમાં, સુરત માટે 20 નામો જાહેર કર્યાં

એવું કહેવાય છે કે, બપોર પછીના શુભ મૂહુર્તમાં નતાશા સાથે (Natasha Dalal) વરુણ ધવન (Varun Dhawan) સપ્તપદીના સાત ફેરા ફરશે. લગ્ન પહેલા વરુણ ધવને શનિવારે મીડિયાના કેમેરા સમક્ષ પોઝ પણ આપ્યા હતા. જેમાં તે ખૂબ જ ચાર્મિંગ લાગી રહ્યો હતો. અગાઉ 22 જાન્યુઆરીની રાત્રે વરુણ ધવને (Varun Dhawan) અલીબાગના એક પ્રાઈવેટ પ્લેસમાં પોતાની બેચલર પાર્ટી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, વરુણ અને નતાશા (Natasha Dalal) ચાઈલ્ડહૂડ ફ્રેન્ડ છે. બન્ને જણાએ એક જ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો છે. નતાશા સાથે વરુણ ગત વર્ષે જ લગ્ન કરવાનો હતો, પરંતુ કોરોના માહામારીના કારણ શક્ય બન્યું નહતું. જો કે હવે વરુણ નતાશાને પોતાની પત્ની બનાવી ઘરે લઈ જશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9