Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કોરોનાથી PM મોદીનું સપનું તૂટ્યું! વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવામાં ભારત 3 વર્ષ પાછળ ધકેલાયું

કોરોનાથી PM મોદીનું સપનું તૂટ્યું! વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવામાં ભારત 3 વર્ષ પાછળ ધકેલાયું

0
83

નવી દિલ્હી: ભારતના 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનૉમી અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના વડાપ્રધાન મોદીના સપનાને કોરોનાએ તોડી નાંખ્યું છે. ભારતને વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનાવવામાં હજુ વધારે વર્ષ થઈ શકે છે. જેનું કારણ છે કોરોના મહામારી, જેના પગલે આ લક્ષ્ય 2030 કે 2031 સુધીમાં હાંસલ થઈ શકે છે. બેંક ઑફ અમેરિકા સિક્યોરિટીઝ (BofA)ના એક રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે. 5 trillion economy dream

અગાઉ BofAએ વર્ષ 2017માં અનુમાન લગાવ્યું હતું કે, ભારત 2027-28 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા વાળો દેશ હશે. હાલના સમયમાં ભારત સમગ્ર વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છે. વડાપ્રધાન મોદીએ 2025 સુધી ભારતની અર્થ વ્યવસ્થાને 5 ટ્રિલિયલ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. 5 trillion economy dream

કોરોના મહામારીના કારણે દેશને આઝાદી બાદ ઈતિહાસમાં પ્રથમ વખત મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે સતત બે ત્રિમાસિક ગાળામાં GDP નેગેટિવ રહી છે. જૂન ત્રિમાસિકમાં તો GDPમાં રેકોર્ડ 23.9 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ડિસેમ્બરના ત્રિમાસિકમાં GDP ફરીથી પોઝિટિવ ઝોનમાં આવી ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા-સચિવાલય સંકુલમાં કોરોના વકર્યો, વૅક્સિન લીધા છતાં MLA મોહન ઘોડિયા સંક્રમિત 5 trillion economy dream

BofAએ એક રિપોર્ટમાં જણાવ્યું કે, મહામારીના કારણે ઉભા થયેલા સંકટને જોતા અમારો અંદાજો છે કે, ભારતની અર્થ વ્યવસ્થા 2031-32 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની જશે. જો ભારતનો વિકાસ વૃદ્ધિ દર 9 ટકા રહે છે, તો 2031 સુધીમાં (અમેરિકન ડૉલરમાં) જાપાનના બજાર મૂલ્ય પર આકલન કરાયેલી GDPની બરાબરી કરશે અને જો વૃદ્ધિ 10 ટકા રહે છે, તો ભારત 2030 સુધીમાં પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકશે.

જણાવી દઈએ કે, 2019-20માં ભારતની અર્થ વ્યવસ્થા 2.65 ટ્રિલિયન ડૉલર હતી. જ્યારે જાપાનની અર્થ વ્યવસ્થા 2020માં 4.87 ટ્રિલિયન ડોલર હતા. ભારતના આર્થિક વિકાસ દરની ધારણાં 6 % મૂકવામાં આવી છે. જ્યારે ફુગાવાનો આંક પાંચ % અને ઘસારો 2 % મૂકાયો છે. 5 trillion economy dream

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat