ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખૂબ જ સજ્જતાથી પરીક્ષા આપી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદની નવા વાડજ વિસ્તારમાં આવેલી ડી.પી.સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા યુવરાજસિંહ સિસોદિયા અને તેમના પિતા વીરભદ્રસિંહ સિસોદિયા પણ બોર્ડની પરીક્ષા એક સાથે આપી રહ્યા છે.
યુવરાજ સિંહે જણાવ્યું કે, મારી સાથે મારા પિતા પણ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. અમે બન્ને એકસાથે પરીક્ષાની તૈયારી સાથે કરતા હતા. તેમનું માર્ગદર્શન મને ઘણું કામ લાગ્યું હતું.
Advertisement
Advertisement
બોક્સ – સમય ઓછો હોય તો પણ પૂરતું ધ્યાન આપ્યું
42 વર્ષીય વીરભદ્ર સિસોદિયા જણાવે છે કે, હું હાલ ડી.પી.સ્કૂલમાં પ્યુન તરીકે ફરજ બજાવું છું. 1998-99માં ધોરણ 10ની મેં બોર્ડની પરીક્ષા આપી હતી પણ આ વર્ષે ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. ધોરણ 10ની પરીક્ષા મારા જીવન માટે એક ઉત્સવ છે. સમય ઓછો હોય તો પણ વિષય પૂરતું ધ્યાન આપીને સારી તૈયારી કરી છે.
Advertisement