Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બોર્ડની ચૂંટણી ઉમેદવારની કમિટીમાં નિમણુંક સામે વિરોધ

બોર્ડની ચૂંટણી ઉમેદવારની કમિટીમાં નિમણુંક સામે વિરોધ

0
128
  • સંચાલક બેઠકના ઉમેદવારની નિમણુંકથી ચૂંટણી પ્રભાવિત થવાની દહેશત

  • બોર્ડની ચૂંટણી કોરોનાના કારણે સ્થગિત કરાઈ હતી

ગાંધીનગર: કોરોનાના કારણે બોર્ડની ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે આ બેઠકના જ ઉમેદવાર નારણભાઇ પટેલની ધો.10 અને ધો.12ની પરીક્ષા રદ કરાયા બાદ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનમાં ગુણ કઈ રીતે આપવા માટે તે માટે રચાયેલી કમિટીમાં નિમણુંક કરાતાં સંચાલક મંડળના અન્ય ઉમેદવારે વિરોધ વ્યક્ત કર્યો છે. આ વિરોધ નોંધાવતા જ ચૂંટણી પૂર્વે જ ગરમાવો આવી ગયો છે. આ મુદ્દો શાળા સંચાલકો સહિત શાળા કર્મચારીઓમાં ચર્ચાનો બન્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા સરકાર દ્વારા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા રદ કરાયા બાદ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનમાં ગુણ કઈ રીતે આપવા માટે તે માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં અધિકારીઓ ઉપરાંત શિક્ષણ જગતના નિષ્ણાંતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં નારણભાઈ પટેલની નિમણુંક પણ કરવામાં આવી હતી.

હવે જ્યારે નારણભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી છે ત્યારે બોર્ડની ચૂંટણીમાં ઉભેલા ઉમેદવાર જગદીશ ચાવડાએ તેનો વિરોધ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠક પરથી નારણભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે કમિટીમાં તેમને સ્થાન મળતા બોર્ડની ચૂંટણી પ્રભાવિત થાય તેમ હોવાથી તેમની નિમણુંક સામે વિરોધ નોંધાવ્યો છે. આ અંગે બોર્ડના સત્તાધીશોને પત્ર લખ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat