Gujarat Exclusive > દેશ-વિદેશ > મોદી સરકારની આર્થિક નીતિઓના વિરુદ્ધ રસ્તા પર ઉતર્યું RSS સાથે સંકળાયેલુ સંગઠન

મોદી સરકારની આર્થિક નીતિઓના વિરુદ્ધ રસ્તા પર ઉતર્યું RSS સાથે સંકળાયેલુ સંગઠન

0
481

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા ભારતીય મજદૂર સંઘ (BMS) અને મોદી સરકાર આર્થિક સુધારાના મુદ્દે આમને સામને આવી ગયા છે. BMSના હજારો કાર્યકર્તાઓએ બુધવારે દેશના અલગ-અલગ વિસ્તારોમાં મોદી સરકાર દ્વારા સરકારી એકમોના ખાનગીકરણ કરવાની નીતિના વિરોધમાં પ્રદર્શન કર્યુ અને રોલબેકની માંગ કરી હતી.

આ સાથે જ સંઘ પરિવારમાં આર્થિક સુધારાના મામલે આંતરિગ મતભેદો સપાટી પર આવી ગયા છે. RSS સાથે સંકળાયેલા BMSના હજારો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોદી સરકાર પર મજૂરોના હિત વિરોધી નીતિ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમની માંગ હતી કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે પબ્લિક સેક્ટર યુનિટ્સના ખાનગીકરણ અને પુન:રોકાણની જે જાહેરાત કરી છે, તેને તાત્કાલીક પરત લેવામાં આવે.

આ અંગે ભારતીય મજદૂર સંઘના ઝોનલ સેક્રેટરી પવનકુમારે જણાવ્યું કે, “જો મોદી સરકાર આ ખાનગીકરણ, કોર્પોરેટાઈઝેશન અને વિનિવેશના નિર્ણયોને રોલબેક નહીં કરે, તો ભારતીય મજદૂર સંઘ ભવિષ્યમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરશે.”

BMS નેતા અને સંઘ પરિવારમાં ડખા
BMS નફો કમાતી કંપનીઓને વેચવાના વિરોધમાં છે. તેમના મતે રેલવે અને ડિફેન્સ ઓર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડના કોર્પોરેટાઈઝશનનો નિર્ણય ખોટો છે. કોલસા સેક્ટરનું કોમર્શિયલાઈઝેશન મજૂરોના હિતમાં નથી અને ડિફેન્સ જેવા સ્ટ્રેટેજિક સેક્ટરમાં FDIને મંજૂરી આપવી ખોટો નિર્ણય છે.

અગાઉ ભારતીય મજદૂર સંઘને બાદ કરતા મોદી સરકારના નવા આર્થિક સુધારાના એજન્ડા વિરૂદ્ધ દેશના 10 મોટા શ્રમિક સંગઠનો એકજૂટ થઈ ચૂક્યા છે અને તેમણે 3-જુલાઈના રોજ દેશભરમાં સંયુક્ત વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રમાં ફરીથી લાગૂ થઈ શકે છે સંપૂર્ણ લૉકડાઉન, CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા સંકેત