ઇસ્લામાબાદ: નાણાકીય સંકટ વચ્ચે પાકિસ્તાન પર વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. નેશનલ ગ્રિડની સિસ્ટમ ફ્રીકવન્સી લો થવાને કારણે પાકિસ્તાનના મોટા ભાગમાં વિજળી ગુલ થઇ ગઇ છે. ક્વેટા, લાહોર, કરાંચી સહિત દેશના મોટાભાગના વિસ્તારમાં વિજળી ગુલ થઇ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર ઉર્જા મંત્રાલયનું કહેવુ છે કે નેશનલ ગ્રિડની સિસ્ટમ ફ્રીકવન્સી સવારે 7.34 વાગ્યે નીચે જતી રહી હતી જેને કારણે વિજળી વ્યવસ્થામાં ખરાબી આવી ગઇ છે. વિજળીને શરૂ થતા 6થી 7 કલાક જેટલો સમય લાગી શકે છે. કરાંચીનો 90 ટકા ભાગ વિજળી વગરનો થઇ ગયો છે.
Advertisement
Advertisement
સંસદમાં શોર્ટ સર્કિટ, ત્રણ દિવસ માટે કામકાજ ઠપ્પ
પાકિસ્તાનના સંસદ ભવનમાં શોર્ટ સર્કિટને કારણે નેશનલ એસેમ્બલી કાર્યાલય અને સીનેટ સેક્રેટેરિયટને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. સ્થિતિને જોતા સીનેટના ચેરમેન અને નેશનલ એસેમ્બલીના સ્પીકરે અધિકારીઓને જલ્દી કાર્યવાહી કરવા અને સાવચેતીના પગલા ભરવા કહ્યુ છે. સાથે જ સીનેટના ચેરમેને 23 જાન્યુઆરી, 2023ની સાંજે 4 વાગ્યાથી લઇને 26 જાન્યુઆરી 2023ના 11 વાગ્યા સુધી યોજાનારી તમામ બેઠકને રદ કરી નાખી છે.
ઇસ્લામાબાદ ઇલેક્ટ્રિક સપ્લાય કંપરની એટલે કે ઇસ્કો અનુસાર, 117 ગ્રિડ સ્ટેશનોને વિજળી પુરવઠો રોકવામાં આવ્યો છે. વિજળી પુરવઠો પુરો પાડતી કંપનીએ ટ્વીટ કરીને કહ્યુ કે, રીજન કંટ્રોલ સેન્ટર તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટ કારણ કહેવામાં આવ્યુ નથી. ઇસ્કો મેનેજમેન્ટ સબંધિત અધિકારીઓના સતત સંપર્કમાં છે.
Advertisement