કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે, દિવસને દિવસે ભારતમાં હજારો કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કપરા બે વર્ષ બાદ આજે મેડીકલ જગતમાં પણ નવા સંશોધન અને દવાઓ પર અનેક સંસ્થાનો દ્વારા સંશોધનો થઈ રહ્યા છે. હવે અમદાવાદ સ્થિત એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થિની નોર્મિ ગજ્જરે ડો.તેજસ ધામેલિયા અને ડો.ગૌરાંગ શાહના માર્ગદર્શન હેઠળ મોલેક્યુલર મોડેલિંગ ટેકનોલોજીની મદદથી વિવિધ વનસ્પતિ પર રિસર્ચ કરીને કોરોના વાયરસને નાશ કરે તેવા કેમિકલ્સ શોધવામાં આવ્યા છે. કોરોના વાયરસના પ્રોટીનને બ્લોક કરી શકે તેવા વનસ્પતિમાંથી કેમિકલ તૈયાર કર્યું
આ રિસર્ચ ચાર મહિના ચાલ્યું હતું અને જેને આધારે બ્લેક ટી, કોફી, દ્રાક્ષ, લીમડો, તુલસી અને વિવિધ શાકભાજીમાંથી મળતા પદાર્થોને આધારે કોરોનાને નાશ કરે તેવા કેમિકલ પર કામ કરાયું છે.
સામાન્ય રીતે કોરોના વ્યક્તિના શરીરમાં પ્રવેશીને આરએનએ પોલીમરેઝ અને મેઈન પ્રોટીએઝ નામના પ્રોટીન્સમાંથી પોષણ મેળવે છે અને વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડે છે.
આ કેમિકલથી શરીરની ઈમ્યુનિટીમાં પણ વધારો થાય છે. રોજિંદા જીવનમાં આ વનસ્પતિનો વપરાશ થતો હોવાથી વ્યક્તિ બહુ જ ઓછા ખર્ચથી કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ શકે છે.
Advertisement
Advertisement
Advertisement