Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની લહેર

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની લહેર

0
68

આજે ગાંધીનગર મહાનગરપાલિકા સાથે નગરપાલિકા અને તાલુકાપંચાયતની ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. થરા નગરપાલિકાના 5 વોર્ડ, ભાણવડના 6 વોર્ડ અને ઓખા પાલિકાના 9 વોર્ડનું ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ઉપરાંત, મહેસાણા, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, તાપી, મહિસાગર, સુરેન્દ્રનગર, ખેડા સહિત અનેક જગ્યાઓ પર મત ગણતરી ચાલી રહી છે.

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે ભાજપનેે થોડી મુશ્કેલી થાય તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, આ બધી જ અટકળો ખોટી સાબિત થઈ છે. પેટ્રોલ-ડીઝલમાં થયેલા ધરખમ ભાવ વધારા અને વધતી મોંઘવારી વચ્ચે પણ લોકોએ ભાજપ પર પસંદગી ઉતારી છે. ગુજરાતના લોકોએ મોંઘવારી-રોજગારી વગેરે જેવા મુદ્દાઓને નકારી દીધા છે.

– ભાજપે ગાંધીનગરની 24 બેઠકો પર કબ્જો કરી લીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
– દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલીકામાં પરિણામની શરૂઆત થઈ, વોર્ડ નંબર 1 ની ચાર બેઠકો ભાજપના ફાળે, તમામ ચારેય બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો
– ઓખા નગરપાલિકાના વૉર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવારનો વિજય
– પંચમહાલની ગોધરા તાલુકા પંચાયત નદીસર બેઠકની મતગણતરી શરૂ, 4 રાઉન્ડમાં ભાજપ 700 મતથી આગળ, આપ અને ભાજપ વચ્ચે સરસાઈ
– થરા નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
– નવસારીમાં ચાર બેઠકો માટે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ
– લુણાવાડા નગરપાલિકાના 3 વોર્ડની મતગણતરી શરૂ
– મહેસાણા પાલિકા વોર્ડ 11 માં ભાજપ ત્રીજા રાઉન્ડના અંતે 1180 મતથી આગળ
– લુણાવાડા વોર્ડ નંબર 4 માં કોંગ્રેસનો વિજય
– વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની 2 બેઠકમાં ભાજપનો વિજય
– વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની 1 બેઠકમાં અપક્ષનો વિજય
– હિંમતનગર તાલુકા પંચાયતની 22 પરબડા બેઠક પર કોંગ્રેસ આગળ
– મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત
– ગણદેવી નગરપાલિકાની પેટા ચુંટણી, વોર્ડ નંબર 3 ની પેટા ચુંટણીમાં ભાજપની જીત
– રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7 ની મતગણતરી થઈ શરૂ, પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ
– સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની મતગણતરી શરૂ, નીચું મતદાન છતાં ભાજપના ઉમેદવાર 353 મતથી આગળ
– લીમડીમાં સવાર થી મતગણતરી હાથ ધરવામાં આવી, બન્ને નગરપાલિકા ની પેટા ચૂંટણીઓમાં ભાજપને મતદારોનો સારો પ્રતિશાદ, બન્ને બેઠકો ઉપર ભાજપ ના ઉમેદવારો જંગી બહુમતી થી આગળ..
– ભીલોડાની ઉબસલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આપ વિજેતા
– મહેસાણા નગરપાલિકાના વોર્ડ 11 ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય, 1900 થી વધુ મતથી ભાજપનો વિજય
– ભાણવડ વોર્ડ નંબર 1 માં 3 ભાજપ અને 1 કોંગ્રેસ
– મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક ઉપર કોંગ્રેસના નટવરજી કાળાજી મકવાણા 215 મતે વિજયી
– ઉપલેટા શહેરના વોર્ડ નંબર 5 ની મતગણતરી યોજાઇ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા
– ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં AIMIM ના મહિલા ઉમેદવારની જીત
– માતર તાલુકા પંચાયતની પેટ ચૂંટણીનું પરિણામ જાહેર, માતર તાલુકાની ભલાડા સીટ પર આમ આદમી પાર્ટીનો વિજય
– વ્યારા તાલુકા પંચાયતની ઘાટા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
– ડાકોર વોર્ડ નંબર 1 માં અપક્ષ મહિલા ઉમેદવારની જીત
– નડીઆદ તાલુકા પંચાયત ની જાવોલ બેઠક પર કોંગ્રેસના ઈશ્વરભાઈ ભાનુભાઈ સોઢા વિજેતા
– ખેડા તાલુકા પંચાયતની રઢુ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
– ડાકોર વોર્ડ 4 ની 2 બેઠકો અપક્ષને ફાળે
– મોરબી જીલ્લામાં બે તાલુકા પંચાયતની એક એક બેઠક માટેની મતગણતરી પુરી
– મોરબી તાલુકાની ત્રાજપર-2 બેઠકમાં કોંગ્રેસના જલાભાઇ સામચભાઇ ડાભીનો વિજય
– હળવદ તાલુકાની રણછોડગઢ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો 134 મત વિજય
– સુરેન્દ્રનગર વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
– લુણાવાડા વૉર્ડ નં 5 માં ભાજપનો વિજય
– વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં ભાજપનો વિજય
– ઓખા વોર્ડ નંબર 1 ના ઉમેદવાર જીત, ઓખા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલની જીત થઈ
– લીમડી નગરપાલિકાની વોર્ડ નંબર 5 ની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
– રાઘનપુર ન.પા. વોર્ડ નંબર 07 પર ભાજપની જીત
– ડોલવણ તાલુકા પંચાયતની બેહડારાયપુરા સિટ પર ભાજપનો વિજય
– અમરેલી તાલુકા પંચાયતની સરંભડા બેઠકનું પરિણામ જાહેર
– પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંધ્યાબેન કાછડીયાનો વિજય
– સરંભડા બેઠક પર ત્રીપાંખીયો જંગ હતો, ભાજપના ઉમેદવાર નો 428 મતોથી વિજય
– જૂનાગઢ વોર્ડ 8 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ વિજય
– હિંમતનગર તાલુકા પંચાયતની 22 પરબડા બેઠક પર ભાજપનો વિજય
– ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં AIMIM ના મહિલા ઉમેદવારની જીત
– સાવલી તાલુકા પંચાયતની પોઇચા-કનોડા સીટ પર ભાજપાના ઉમેદવાર સેજલબેન ગોહિલ વિજેતા
– ઓખા નગરપાલિકા વોર્ડ 3 અને 4 તમામ ઉમેદવારો ભાજપના વિજેતા
– મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 11 ની પેટા ચૂંટણીમાં ભાજપે લીડ જાળવી રાખી
– ગોધરાની નદીસર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત
– થરા નગરપાલિકાના વોર્ડ નંબર -2 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
– જૂનાગઢ વોર્ડ 8 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ વિજય
– બાયડની હઠીપુરા તા.પં બેઠક પર ભાજપની જીત
– સુરતની માંડવી તાલુકા પંચાયતની દઢવાડા- 4 બેઠક પર ભાજપ ની જીત
– મહીસાગરના લુણાવાડા વૉર્ડ નં 7 માં ભાજપ નો વિજય
– જૂનાગઢના માણાવદર વોર્ડ નંબર 4 ની પેટા મા ભાજપ ની જીત
– નવસારી જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર ભાજપ 2232 મતોથી વિજેતા
– હિંમતનગર તાલુકા પંચાયની પરબડા બેઠક પર ભાજપનો વિજય
– વલસાડ નગર પાલિકાની 4 વૉર્ડની 5 બેઠકમાં 4 બેઠક ભાજપના ફાળે ગઈ તો એક બેઠક પર અપક્ષે કબજો મેળવ્યો
– અરવલ્લી બાયડની હઠીપુરા તા.પં બેઠક પર ભાજપની જીત
– તાપીની સોનગઢ તાલુકા પંચાયતની ખેરવાડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
– રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપૂર અને સાણથલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા
– મહીસાગર પાંડવા 1 તાલુકા પંચાયત સીટ પર ભાજપનો વિજય
– જૂનાગઢ મનપા વોર્ડ 8 ની પેટા ચૂંટણીમા કોંગ્રેસ જીત
– નવસારીની વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક પર કોંગ્રેસનો 1300 મતોથી વિજય
– થરા નગરપાલિકાના વોર્ડ નંબર -2 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
– મહેસાણા પાલિકા વોર્ડ 11 ની બેઠક પર ભાજપના ફાલ્ગુનીબેન પટેલ 1900 મતોથી થયા વિજય
– વડનગર પાલિકાના વોર્ડ 7 ની બેઠક પર દર્શનાબેન સોની 517 મતોથી વિજય
– મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક ઉપર કોંગ્રેસના નટવરજી કાળાજી મકવાણા 215 મતે વિજય
– સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠક પર કોંગ્રેસના કનુભાઈ બારોટનો 175 મતે થયા વિજય
– દાહોદની આગવાડા પેટા ચૂંટણી પર ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર વિજેતા
– થરા નગરપાલિકા ઉપર ભાજપનો કબજો, વોર્ડ નંબર -1 ના ભાજપના 4 સભ્યો જીત્યા
– થરા નગરપાલિકાના વોર્ડ નંબર -4 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
– ભાણવડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપને 2 અને કોંગ્રેસ 2 બેઠક પર વિજેતા
– રાજકોટ જિલ્લા પંચાયતની જસદણના શિવરાજપુર અને સાંણથલીની પેટા ચૂંટણીનું પરિમાણ જાહેર, બંને બેઠક ઉપર કૉંગ્રેસનો વિજય
– અરવલ્લીના ભિલોડાની નાંદોજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની જીત
– થરા નગરપાલિકા ઉપર ભાજપનો કબજો, વોર્ડ નંબર -1 ના ભાજપના 4 સભ્યો જીત્યા
– ખેડાની વાઘરોલી જિલ્લા પંચાયત બેઠકમાં ભાજપનો વિજય
– ઓખા પાલિકામાં કુલ 5 વોર્ડનું પરિણામ જાહેર
– ઓખા વોર્ડ નમ્બર 1 માં ભાજપ પેનલ
– ઓખા વોર્ડ નમ્બર 2 માં 2 ભાજપ 2 કોંગ્રેસ
– ઓખા વોર્ડ નમ્બર 3 માં ભાજપ પેનલ
– ઓખા વોર્ડ નમ્બર 4 માં ભાજપ પેનલ
– ઓખા વોર્ડ નમ્બર 5 માં 3 કોંગ્રેસ 1 ભાજપ
– તાપી વ્યારા તાલુકા પંચાયતની બાલપુર બેઠક પર ભાજપનો વિજય
– વલસાડ જિલ્લાની બે નગર પાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
– ઉમરગામ નગર પાલિકાની વૉર્ડ નંબર 3 ની એક બેઠક પર ભાજપનો કબજો
– વલસાડ નગર પાલિકાની 4 વૉર્ડ ની 5 બેઠક માંથી 4 બેઠક પર ભાજપનો ભગવો લેહરાયો, 1 બેઠક અપક્ષની જીતી
– નવસારીની ગણદેવી પાલિકાની વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય
– ભાણવડ વોર્ડ 3 માં કોંગ્રેસની પેનલ વિજેતા
– થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કાર્યકર્તાઓએ ફોડ્યા ફટાકડા
– અમરેલીની સરંભડા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના સંધ્યાબેન કાછડિયાનો વિજય
– થરા નગરપાલિકાના વોર્ડ નંબર-5 માં ભાજપના 4 ઉમેદવારોની જીત
– દાહોદ કેલીયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર રમેશ બીલવાલ વિજેતા
– ડાકોર નગરપાલિકામાં 4 વર્ડમાં 8 સીટ માંથી 5 સીટ પર ભાજપનો વિજય જ્યારે 3 સીટ પર અપક્ષનો કબજો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat